ભારતનું અત્યાર સુધીનું સૌથી મોટુ જહાજ MSC Anna આવ્યું મુન્દ્રાના Adani પોર્ટ પર

MSC Anna at Adani Port

MSC Anna at Adani Port: ભારતની સૌથી મોટી પોર્ટ અને લોજિસ્ટિક્સ કંપની અદાણી પોર્ટ્સ (Adani Ports) અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડના (APSEZ) ફ્લેગશિપ મુન્દ્રા પોર્ટે અત્યાર સુધીનું સૌથી મોટું કન્ટેનર જહાજ લાંગરીને વધુ એક રેકોર્ડ બનાવ્યો છે. MSC Anna નામનું જહાજ, 26 મેના રોજ મુંદ્રા પોર્ટ ખાતે ડોક કરવામાં આવ્યું હતું. આ ઘટના મુંદ્રા પોર્ટ જ નહીં, પરંતુ દેશના દરિયાઈ ઉદ્યોગ માટે પણ સીમાચિહ્નરૂપ છે.

MSC Anna ની એકંદર લંબાઈ 399.98 મીટર (લગભગ ચાર ફૂટબોલ મેદાનની લંબાઈ) છે. તે 19,200 TEUs (કન્ટેનર) (MSC Anna at Adani Port)ની મહાકાય ક્ષમતા ધરાવે છે. એક ભારતીય બંદર પર અત્યાર સુધીમાં લાંગરવામાં આવેલ સૌથી તે મોટું કન્ટેનર જહાજ છે. તેનો ડ્રાફ્ટ 16.3 મીટર છે, જેને ફક્ત મુન્દ્રામાં જ સમાવી શકાય છે કારણ કે ભારતમાં અન્ય કોઈ બંદર ડીપ-ડ્રાફ્ટ જહાજને બર્થ કરવા સક્ષમ નથી. તેના મુંદરા પોર્ટ પર રોકાણ દરમિયાન અંદાજે 12,500 TEUs કન્ટેનરો એક્સ્ચેન્જ કરશે, જે મુંદ્રા પોર્ટના મોટા પાયે કાર્ગોનું કાર્યક્ષમ સંચાલન કરવાની ક્ષમતા દર્શાવે છે.

જુલાઈ 2023માં મુન્દ્રા પોર્ટે વિશ્વના સૌથી લાંબા કન્ટેનર જહાજોમાંનું એક MV MSC હેમ્બર્ગને બર્થ કરીને રેકોર્ડ બનાવ્યો હતો. જેની એકંદર લંબાઈ 399 મીટર અને ક્ષમતા 16,652 TEUs છે. તેનાથી વિશ્વના સૌથી મોટા જહાજોને હેન્ડલ કરવાની બંદરની ક્ષમતા દેખાય છે, અને આજે MSC Anna ના આગમન માટેનો માર્ગ મોકળો બન્યો.

મુન્દ્રા પોર્ટે અત્યાર સુધી અનેક વિક્રમજનક સિદ્ધિઓ હાંસલ કરી છે. ઓક્ટોબર 2023માં, એક મહિનામાં 16 MMT કાર્ગો હેન્ડલ કરનાર તે ભારતનું સર્વ પ્રથમ પોર્ટ બન્યું. કન્ટેનર ટર્મિનલ CT-3 એક વર્ષમાં 3 મિલિયન TEUsનું સંચાલન કરનાર ભારતમાં પ્રથમ છે. ટર્મિનલે નવેમ્બરમાં 3,00,000 થી વધુ TEU નો માસિક હેન્ડલિંગ રેકોર્ડ પણ હાંસલ કર્યો હતો, જે ભારતમાં કોઈપણ ટર્મિનલ દ્વારા અત્યાર સુધીનો સૌથી વધુ છે.

મુન્દ્રા પોર્ટ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય વેપાર બંને માટે મહત્ત્વપૂર્ણ હબ તરીકે વિકાસ પામ્યું છે. 35,000 એકરમાં ફેલાયેલું તે ભારતનું સૌથી મોટું વ્યાપારી બંદર છે. તે ડીપ ડ્રાફ્ટ અને તમામ હવામાન ક્ષમતાઓથી સુસજ્જ છે. જે કાર્ગોનું સરળતા પૂર્વક પરિવહન કરે છે અને જહાજો માટે ટર્નઅરાઉન્ડ સમયમાં નોંધપાત્ર ઘટાડો કરે છે, જે તેને મુખ્ય વૈશ્વિક શિપિંગ લાઇન્સ માટે આકર્ષક પોર્ટ બનાવે છે.

મુન્દ્રા ખાતે MSC Anna નું આગમન ન માત્ર મેગા જહાજોને હેન્ડલ કરવાની બંદરની ક્ષમતા પરંતુ ભારતની દરિયાઈ વેપાર ક્ષમતાઓને વધારવામાં તેની મુખ્ય ભૂમિકાને દર્શાવે છે. APSEZ સુવિધાઓનું સતત વિસ્તરણ અને અપગ્રેડ કરવા પ્રયત્નશીલ છે. પોર્ટ વૈશ્વિક શિપિંગ અને લોજિસ્ટિક્સ લેન્ડસ્કેપમાં વધુને વધુ નોંધપાત્ર ભૂમિકા ભજવવા તૈયાર છે.