આ પવિત્ર ભૂમિ પર સૌ કોઈ ભક્ત દેવી દેવતાઓ પર આસ્થા અને શ્રદ્ધા રાખે છે, ત્યારે આ ઘોર કળયુગમા માં મોગલ(Mogal ma) નો મહિમા અપરંપાર છે. માં મોગલના દ્વારે આવનાર તમામ ભક્તો દર્શન કરીને ધન્યતા અનુભવતા હોઈ છે. માં મોગલ તો સાક્ષાત પરચાઓ પુરનારી માતા છે. માં મોગલ કચ્છ (Kutch)ના કબરાઉમાં આવેલા મોગલ ધામમાં સાક્ષાત બીરાજે છે. ત્યારે મણિધર બાપુ કબરાઉ ધામ બિરાજે છે.
માતા મોગલ તેના ચરણે આવેલા દરેક ભક્તની ઈચ્છા પૂર્ણ કરે છે. ત્યારે ઈચ્છા પૂર્ણ થતાં કેટલાક ભક્તો તો અહીં હજારો રુપિયા લઈને આવે છે. પરંતુ અહીં એકપણ રુપિયાનું દાન લેવામાં આવતું નથી. અહીં મણીધર બાપુ માતાની સેવા કરે છે. જયારે પણ ભક્તો ના જીવન માં દુ:ખ આવે ત્યારે તેઓ અચૂક માં મોગલને યાદ કરે છે અને માં મોગલ પર વિશ્વાસ રાખી માનતા માને છે અને પૂર્ણ થતા માં મોગલના દરબારે આવી પહોચે છે.
ત્યારે હાલ તો સુરતના એક દાદા પોતાની માનતા પૂરી કરવા માટે મા મોગલના દરબાર કબરાવ ધામમાં 11 હજાર રૂપિયામાં આવી પહોંચ્યા હતા. આ દરમિયાન મણીધર બાપુએ યુવકને પૂછ્યું હતું કે, શેની માનતા માની છે. ત્યારે, આ વ્યક્તિએ જણાવ્યું હતું કે, તેમને કેન્સરની ચાંદીને લઈને ઘણી સમસ્યાઓ હતી તેને કારણે માનતા માની હતી. ત્યારે માનતા પૂરી થતાની સાથે જ યુવાક કબરાઉ ધામમાં માનતા ને પૂરી કરવા માટે આવી પહોંચ્યા હતા.
આ સમયે મણીધર બાપુએ યુવકને આશીર્વાદ આપ્યા હતા અને 11 હજાર રૂપિયાની અંદર એક રૂપિયા ઉમેરીને યુવકને પરત આપ્યા હતા. ત્યારે મણીધર બાપુએ યુવકને કહ્યું હતું કે મા મોગલ એ તારી માનતા 11 ગણી લીધી છે. આ પૈસા તારી બહેનને આપી દેજે મા મોગલ હંમેશા રાજી થશે. આ સાથે મણીધર બાપુએ યુવકને કહ્યું હતું કે, આ કોઈ પ્રકારનો ચમત્કાર નથી પરંતુ મા મોગલ ની ઉપર રાખવામાં આવેલો તારો વિશ્વાસ છે. જે ને લીધે તારું કામ થયું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.