લવ જેહાદનો એક અનોખો કિસ્સો: મુસ્લિમ અને હિન્દુ યુવતીની મિત્રતા થઈ પ્રેમમાં પરિવર્તિત; કર્યા લગ્ન

Love Jihad Case: “હવે લેસ્બિયનોમાં પણ લવ જેહાદ જી હા તમને સાંભળીને નવાઈ લાગી હશે… પરંતુ આવી એક ઘટના હકીકતમાં બની છે. મુસ્લિમ છોકરી અને હિન્દુ છોકરી (Love Jihad Case) એકબીજાના પ્રેમમાં પડી અને તેને નિકાહ પણ કરી લીધા હતા. જો કે આ અંગે પરિવારને જાણ થતા પરિવારે આ મામલે પોલિસને જાણ કરી હતી અને પોલીસે બન્ને યુવતીઓની શોધખોળ કરીને પરિવારને સોંપી હતી.

છ દિવસથી ઘરેથી ગુમ…લવ જેહાદનો એક અનોખો કિસ્સો
હિન્દુ છોકરીઓ ફક્ત મુસ્લિમ છોકરા સાથે નહિ પરંતુ મુસ્લિમ છકરી સાથે પણ પ્રેમમાં પડી હોય તેવો અનોખો કિસ્સો કોતવાલીમાંથી સામે આવ્યો છે, ઉત્તર પ્રદેશના મુગલસરાયમાં પણ આવો જ એક કિસ્સો જોવા મળી રહ્યો છે.

કોતવાલી વિસ્તારના એક ગામમાં લવ જેહાદનો એક અનોખો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં ગ્રેજ્યુએશનનો અભ્યાસ કરતી બે છોકરીઓની મિત્રતા કથિત પ્રેમમાં ફેરવાઈ ગઈ. બંને મિત્રોએ સાથે જીવવા અને મરવાના શપથ લીધા અને ઘરેથી ભાગીને લગ્ન પણ કરી લીધા.

ઉજ્જેન ખાતેથી ઝડપી પાડી પરિવારને સોંપી
જે બાદ આ અંગે પરિવારના સભ્યોએ પોલીસને જાણ કરી હતી. ત્યારે પોલીસે આ મામલાની ગંભીરતાને લઈને તે યુવતીઓની શોધખોળ હાથ ધરી હતી અને તે યુવતીઓને ઉજ્જેન ખાતેથી ઝડપી પાડી તેને પરિવારને સોંપી હતી. તેમજ આ અંગેની કાનૂની કાર્યવાહી પણ હાથ ધરી હતી,આ ઘટનાને લઈને વિસ્તારમાં ચર્ચા ચાલી રહી છે.