મુકેશ અંબાણી ભારત સહિત સમગ્ર વિશ્વમાં સૌથી ધનિક વ્યક્તિ છે. છેલ્લા માત્ર 10 વર્ષોમાં એમની મિલકતમાં અંદાજે કુલ 3 ગણો વધારો થયો છે. વર્ષ 2010માં એમની અંદાજિત સંપતી કુલ 27 બિલિયન ડોલર નજીક હતી. જ્યારે વર્ષ 2020માં એમાં વધારો થઈને અંદાજે 80 બિલિયન ડોલર નજીક પહોંચી ગઈ છે.
મુકેશ અંબાણીનો પરિવાર મુંબઈમાં કુલ 27 માળના ઘર એન્ટીલિયામાં રહે છે. મળેલ જાણકારી પ્રમાણે આ ઘરને બનાવવા માટે અંદાજે કુલ 7,000 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ થયો હતો. આ ઘરનો વિશ્વનાં સૌથી મોંઘા તેમજ શાનદાર ઘરોમાં સમાવેશ થાય છે.
મુકેશ અંબાણી ભારતનાં બીજા સૌથી ધનવાન વ્યક્તિ રાધા કિશન દમાણી કરતાં પણ કુલ 4 ગણા વધારે ધનિક છે. રાધા કિશન દમાણીની સંપતિ લગભગ કુલ 17.8 બિલિયન ડોલર બતાવવામાં આવે છે. મળેલ જાણકારી મુજબ મુકેશ અંબાણી દર મિનિટે અંદાજે કુલ 23 લાખ રૂપિયાની કમાણી કરી રહ્યાં છે.
હાલમાં દેશના સૌથી અમીર ઉદ્યોગપતિ મુકેશ અંબાણી ની સંપત્તિમાં 7 અબજ ડોલરનો ધરખમ ઘટાડો જોવા મળ્યો છે. સપ્ટેમ્બર ત્રિમાસિકમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો નફો ગત વર્ષની સરખામણીએ 15 ટકા ઘટ્યો છે તેવું નોંધવામાં આવ્યું છે. જેના કારણે સોમવારે RILના શેરોમાં જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો જે આજે મંગળવારના રોજ પણ ચાલુ છે.
મુકેશ અંબાણીની સંપત્તિ 7 અબજ ડોલર ઘટી
સોમવારે રિલાયન્સના શેર લગભગ 9 ટકા સૂધી તૂટ્યા હતા. 23 માર્ચ બાદ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં આ સૌથી મોટો ઘટાડો રહ્યો હોવાનું જણાય છે. આ ઘટાડાથી રિલાયન્સની માર્કેટ કેપ એક લાખ કરોડ રૂપિયા ઓછી થઈ ગઈ છે. જેના કારણે ફોર્બ્સની રિયલ ટાઈમ બિલિયોનર યાદી મુજબ મુકેશ અંબાણીની નેટવર્થ પણ 6.9 અબજ ડોલર ઓછી થઈ ગઈ હોવાનું જણાય છે. હવે મુકેશ અંબાણીની સંપત્તિ 71 અબજ ડોલર રહી ગઈ છે. ફોર્બ્સની ટોપ 10 અમીરોની યાદીમાં તેમનું સ્થાન 9 મા નંબર પર પોહચી ગયું છે. થોડા સમય પહેલા તેઓ 8મા નંબરે અને તે પહેલા તેઓ 5મા નંબરે હતા.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો નફો તૂટ્યો
શુક્રવારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ત્રિમાસિક પરિણામો આવ્યા હતા. RILનો નફો 15 ટકા ઘટીને 9850 કરોડ રૂપિયા થઇ ગયો છે. કોરોના સંકટના કારણે ઈંધણની ડિમાન્ડમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. રેવન્યુ પણ 24 ટકા ઘટીને 1.16 લાખ કરોડ રૂપિયા રહી છે તેવું જાણવા મળ્યું છે.
આ છે ફોર્બ્સની લેટેસ્ટ ટોપ 10 અમીરોની યાદી
અમીરોના નામ કુલ નેટવર્થ (અબજ ડોલર)
1. જેફ બેજોસ 177.7
2. બર્નાર્ડ અલાન્ટ એન્ડ ફેમિલી 114.2
3. બિલ ગેટ્સ 113.7
4.માર્ક ઝકરબર્ગ 96.1
5. એલન મસ્ક 89.3
6. વોરેન બફેટ 77.2
7. લેરી એલિસન 74.7
8. લેરી પેઝ 72.1
9. મુકેશ અંબાણી 71.4
10.સર્જેઈ બ્રિન 70.2
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle