મુકેશ અંબાણીએ JIO યુઝર્સ માટે ખોલી તિજોરી, રીચાર્જ કરાવનારને આપી રહ્યા છે મોંઘી ગીફ્ટ…

Mukesh Ambani Diwali Gift: રિલાયન્સ જિઓએ એના કરોડો યુઝર્સ માટે દિવાળીની ધમાકેદાર ઓફરની ઘોષણા કરી છે. ફેસ્ટિવ સીઝન દરમિયાન જિઓ યુઝર્સને કંપનીના બે રિચાર્જ પ્લાનની સાથે હજારો રૂપિયાના ગિફ્ટ વાઉચર આપશે. યુઝર્સ આ ગિફ્ટ વાઉચરનો (Mukesh Ambani Diwali Gift) ઉપયોગ ટ્રાવેલ પોર્ટલ, ફૂડ ડિલીવરી પ્લેટફોર્મ અને ઓનલાઇન શોપિંગ વેબસાઇટ પર કરી શકશે. પહેલાં પણ કંપનીએ ફેસ્ટિવ સીઝન દરમિયાન એક વર્ષ સુધી JioAirFiber ના ફ્રી સબ્સક્રિપ્શનની ઓફર કરી હતી. તો જણો આ વિશે વધુમાં…

આ બે પ્લાન સાથે ઓફરનો લાભ લો
રિલાયન્સ જિઓએ એની ધમાકેદાર ઓફર્સમાં બે પ્રીપેડ પ્લાન 899 રૂપિયાની સાથે એનો નંબર રિચાર્જ કરીને આ ઓફર આપી છે. આમાં એક પ્રીપેડ પ્લાન ત્રણ મહિનાનો છે, જ્યારે બીજો પૂરો એક વર્ષની વેલિડિટી સાથે આવે છે. જિઓના 899 રૂપિયાના પ્લાનમાં યુઝર્સને ડેઇલી 2GB ડેટાનો લાભ મળે છે. આ સિવાય યુઝર્સને 20GB એક્સ્ટ્રા ડેટા પણ ઓફર કરવામાં આવ્યો છે. આ રીતે યુઝર્સને કુલ 200GB ડેટાનો લાભ મળશે.

પ્લેનમાં આ બેનિફિટ્સ મળશે
આ પ્રીપેડ રિચાર્જ પ્લાન અનલિમિટેડ વોઇસ કોલિંગ, ડેઇલી 100 ફ્રી મેસેજ, ફ્રી નેશનલ રોમિંગ તેમજ અનલિમિટેડ 5G બેનિફિટની સાથે આવે છે. આ 3,599 રૂપિયાના પ્લાનમાં 365 દિવસની વેલિડિટી ઓફર કરવામાં આવી છે. આ પ્લાનમાં યુઝર્સને ડેઇલી 2.5 GB ડેટાનો લાભ મળે છે. આ સાથે અનલિમિટેડ વોઇસ કોલિંગ, ડેઇલી 100 ફ્રી SMS, નેશનલ રોમિંગ જેવા બેનિફિટ્સ મળશે.

જિઓની ધમાકેદાર ઓફર
જિઓએ આ બંને પ્લાન પર નવેમ્બર મહિનામાં રિચાર્જ કરવા પર યુઝર્સને 3,350 રૂપિયા સુધીનું બેનિફિટ ઓફર કર્યું છે. યુઝર્સને 3000 રૂપિયાનું ઇઝી માય ટ્રિપ વાઉચર મળશે જેનો ઉપયોગ ટ્રાવેલિંગ માટે કરી શકાશે. આ સાથે 200 રૂપિયાનું AJIO વાઉચર મળશે જે 999 રૂપિયા તેમજ એના કરતા વધારે ખરીદી પર તમે યુઝ કરી શકશો.

આ ઓનલાઇન ફૂડ ડિલીવરી માટે 150 રૂપિયાનું વાઉચર મળશે. જિઓની આ ઓફર 5 નવેમ્બર 2024 સુધી વેલિડ છે. આ ઓફર માટે યુઝર્સને MyJio એપ પર જવાનું રહેશે અને ઓફર સેક્શનની પસંદગી કરવાની રહેશે. ત્યારબાદ My Winnings માં યુઝર્સને કૂપન જોવા મળશે.