હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. આની સાથે જ વિશ્વનાં સૌથી વધુ અમીર વ્યક્તિમાં નામના ધરાવતાં એવાં મુકેશભાઈ અંબાણીને લઈને હાલમાં એક સમાચાર સામે આવી રહ્યાં છે. હાલમાં તો તેઓ છે પરંતુ એમનાં મૃત્યુ બાદ કોને મળશે આ સમગ્ર સામ્રાજ્ય ?
વિશ્વનાં ચોથા સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણી એક ફેમિલી કાઉન્સિલ બનાવી રહ્યા છે. સુત્રોનાં જણાવ્યાનુસાર આ એટલા માટે બનાવવામાં આવી રહ્યું છે, કે જેથી રિલાયન્સનાં બિઝનેસ એમ્પાયરની માટે ઉત્તરાધિકારીને નક્કી કરી શકાય.
આ કાઉન્સિલમાં પરિવારનાં બધાં જ સભ્યોને બરાબરનું પ્રતિનિધિત્વ મળશે. જેમાંથી નીતા અંબાણીનાં પુત્ર આકાશ અંબાણી, અનંત અંબાણી તથા દીકરી ઈશા અંબાણી પણ સામેલ હશે. આવનાર સમયમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની કમાન મુકેશ અંબાણીનાં સંતાનોનાં હાથમાં હશે.
આ મામલાની માહિતી રાખનાર એક શખ્સે જણાવ્યું હતું, કે આવતાં વર્ષના અંત સુધીમાં મુકેશ અંબાણી પોતાનાં બિઝનેસ અમ્પાયરનાં ઉત્તરાધિકારીને નક્કી કરી લેશે. આ ફેમિલી કાઉન્સિલ બનાવવું પણ ઉત્તરાધિકારીને નક્કી કરવાનો માત્ર એક ભાગ છે.
આ કાઉન્સિલમાં પરિવારનો એક એડલ્ટની સાથે કુલ 3 બાળકો તેમજ 1 બહારનો સભ્ય પણ હશે કે જે મેન્ટર તથા એડવાઈઝર તરીકેનું કામ કરશે, એ પણ સામેલ હશે.આ કાઉન્સિલ રિલાયન્સમાં કોઈપણ નિર્ણય લેવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
કાઉન્સિલ દ્વારા પરિવારથી લઈને બિઝનેસની સાથે જોડાયેલ મહત્વનાં નિર્ણય લેવામાં આવશે. આ કાઉન્સિલને બનાવવાંની પાછળ મુકેશ અંબાણીનો ઉદ્દેશ એ છે, કે પરિવારને રિલાયન્સની કુલ 80 અરબ ડોલરની સંપત્તિને લઈને સાફ તસવીર દેખાઈ શકે તથા આગળ જઈને પણ વિભાજનમાં કોઈ વિવાદ ન થાય.
મુકેશ અંબાણી તથા અનિલ અંબાણીની વચ્ચે જેટલો વિવાદ થયો હતો. તેને જોઈને જ મુકેશ અંબાણી હાલમાં ખુબ જ સતર્કતા પણ દાખવી રહ્યા છે. ધીરૂભાઈ અંબાણીનાં નેતૃત્વમાં 80-90નો દાયકો રિલાયન્સની માટે ખુબ જ શાનદાર રહ્યો હતો, પરંતુ વર્ષ 2002માં ધીરૂભાઈનાં અવસાન પછી પરિસ્થિતિ બગડવા લાગી હતી.
બંને ભાઈની વચ્ચે વિવાદ થઈ ગયો હતો તેમજ બિઝનેસની વહેચણી પણ કરવામાં આવી હતી. અનિલ અંબાણીને કોમ્યુનિકેશન, પાવર, કેપિટલનો બિઝનેસ તો મુકેશ અંબાણીને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ મળી હતી. ધીરૂભાઈ અંબાણીનાં મૃત્યુ પછી બંને ભાઈની વચ્ચે બિઝનેસને લઈને ખટરાગ પેદાં થતાં માતાને વચ્ચે પડીને સમાધાન કરાવવાની જરૂર પડી હતી.
વર્ષ 2004માં બંને ભાઈની વચ્ચેનો વિવાદ ખુલીને સામે આવિ ગયો હતો. ત્યારબાદ માતા કોકિલાબહેને રિલાયન્સને કુલ 2 ભાગમાં ભાગલા પાડીને બંને ભાઈની વચ્ચે વહેચણી કરી દીધી હતી. આટલું જ નહીં પરંતુ આ વિભાજન સમયે એ સમયનાં ICICI બેંકનાં ચેરમેનને પણ બોલાવવાં પડ્યા હતાં. બંને ભાઈની વચ્ચેનો આ વિવાદ લગભગ કુલ 4 વર્ષ સુધી ચાલ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews