મુકેશ અંબાણી ભારત દેશનાં જ નહીં પણ આખા એશિયાનાં સૌથી અમીર વ્યક્તિ છે. મુકેશ અંબાણી તેમજ નીતા અંબાણીની હાઈ પ્રોફાઇલ જીવનશૈલી કાયમ ચર્ચામાં રહે છે. તેના નોકરોને 2 લાખ કરતા પણ વધુ પગાર આપતા મુકેશ અંબાણીનાં બાળકો તેનો પોતાનો રૂમ જાતે જ સાફ કરે છે.
નીતા અંબાણી દ્વારા એક ઇન્ટરવ્યૂમાં આ વાતનો ખુલાસો કરવામાં આવ્યો હતો. નીતા અંબાણી દ્વારા તેની પાછળનું કારણ પણ કહેવામાં આવ્યું હતું. ઇન્ટરવ્યૂ અનુસાર નીતા અંબાણીને પૂછવામાં આવ્યું હતું કે, તેઓ તેના બાળકોને કેવી રીતે જમીનની સાથે જોડાયેલા રાખે છે.
નીતા અંબાણી દ્વારા તેનાં જવાબમાં જણાવવામાં આવ્યું હતું કે, મુકેશ અંબાણી તેમજ તે, બન્ને સાધારણ વર્ગમાંથી પસાર થઈને આવ્યા છે. સાધારણ કુટુંબમાં અનેક વસ્તુઓ હોવા છતા પણ ઘણી વસ્તુઓ વિના પણ રહેવું પડે છે.
નીતા અંબાણી દ્વારા જણાવવામાં આવ્યું કે, તેનાં બાળકો આકાશ, ઈશા તેમજ અનંતે ઘણો સમય તેનાં દાદા તેમજ નાનાની સાથે વિતાવ્યો છે. એમની પાસેથી તેઓને ડાઉન ટૂ અર્થ રહેવાની શીખ મળી છે.
નીતા અંબાણી એનાં પિતાનાં ઘરે જતી તે સમયે બાળકોને લોકલ ટ્રેનમાં જ મુસાફરી કરાવતી. નીતાએ આ બાબતે જણાવ્યું છે કે, બાળકોને બધી વસ્તુની કિંમત સમજાવવી બહુ જ જરૂરી છે.
નીતા અંબાણી જણાવે છે કે, બાળકોને આપવામાં આવેલ બધી શીખામણ જ તેનું કારણ છે કે, ઘરમાં તમામ નોકરો હોવા છતાં પણ તેઓ પોતાનો રૂમ જાતે જ સાફ કરે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle