થોડીવાર પહેલાં લોકડાઉનનાં સમયમાં દેશના સૌથી વધુ ધનવાન વ્યક્તિ એટલે કે મુકેશભાઈ અંબાણીને લઈ અવારનવાર સમાચાર સામે આવતા રહેતાં હોય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, મુકેશભાઈ અંબાણીની સૌથી વધારે કમાણી તો લોકડાઉનનાં સમયમાં થઈ હતી.
હુરુન ઇન્ડિયાની ટોપ ધનવાન લોકોની લીસ્ટમાં મુકેશ અંબાણી સતત નવમા વર્ષે પણ ટોચ પર રહેલાં છે તથા ભારતનાં સૌથી ધનવાન વ્યક્તિ રહ્યા છે. આ લીસ્ટમાં એમની પાસે કુલ 6,58,400 કરોડ રૂપિયાની સંપત્તિ છે. ખાસ વાત તો એ છે કે, લોકડાઉન પછી પણ એમની સંપત્તિમાં દર કલાકે કુલ 90 કરોડ રૂપિયાનો ઉમેરો જોવા મળ્યો છે. આ યાદીમાં બીજા ક્રમ પર કુલ 1,43,700 કરોડ રૂપિયાની સંપત્તિની સાથે હિન્દુજા બ્રધર્સ બીજા ક્રમ પર રહેલી છે.
ચોથા ક્રમે ગૌતમ અદાણીનું નામ :
આ વર્ષની યાદીમાં કુલ 828 ભારતીયો રહેલાં છે. જેમાં લંડનમાં રહેતાં હિન્દુજા બ્રધર્સ કુલ 1,43,700 કરોડ રૂપિયાની સંપત્તિ સાથે દ્રિતીય ક્રમ પર આવ્યા છે. આની સિવાય HCLના સંસ્થાપક શિવ નાડર કુલ 1,41,700 કરોડ રૂપિયા સંપત્તિની સાથે ત્રીજા ક્રમ પર જ્યારે ગૌતમ અદાણી ચોથા કર્મ પર તેમજ અઝીમ પ્રેમજી પાંચમાં ક્રમ પર રહેલાં છે.
ગુજરાતમાં અદાણી નંબર વન :
ગુજરાતીઓમાં જેટલા પણ ધનવાન વ્યક્તિઓ રહેલાં છે એમાં ગૌતમ અદાણી સૌથી આગળ છે તેમજ એમનું નામ ભારતનાં કુલ 5 સૌથી વધુ ધનવાન વ્યક્તિઓમાં પણ સમાવેશ થાય છે.
ધનવાન ગુજરાતીઓ ફાર્માસ્યુટિકલ અને જવેલરી ક્ષેત્રનાં :
વર્ષ 2020ની હુરુન ધ રિચેસ્ટ પીપલ ઇન ઇન્ડિયાની લીસ્ટમાં કુલ 60 ગુજરાતીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે કુલ 60 ગુજરાતીઓનો આ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. એમાં ફાર્માસ્યુટિકલ તથા જવેલરી ક્ષેત્રનાં કુલ 48% લોકો છે. ગયા વર્ષની યાદીની સરખામણીમાં વર્ષે ગુજરાતીઓની કુલ સંપત્તિમાં કુલ 32%નો વધારો નોંધાયો છે.
નવા ઉમેરાયેલ લોકોની સંખ્યામાં પણ ગુજરાતનો સિંહફાળો :
હુરુન ઇન્ડિયા રીચ યાદીમાં જેટલા નવા નામો ઉમેરવામાં આવ્યા છે એમાં કુલ 12 ગુજરાતીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ યાદીમાં કુલ 828 લોકોનો સમાવેશ થાય છે. જેમાં કુલ 162 નવા ચેહરાની એન્ટ્રી થઇ છે. જેમાં અશોક સૂતાનું નામ પણ સામેલ કરવામાં આવ્યું છે. જેટલા નવા નામો ઉમેરવામાં આવ્યા છે એમાંથી કુલ 12 ગુજરાતીઓ છે. અહી નોંધનીય છે કે, કુલ 229 લોકો એવા પણ છે કે, જેમની સંપત્તિમાં ઘટાડો સામે આવ્યો છે. અહી નોંધનીય છે કે, ગુજરાતીઓની ધનવાન લોકોની યાદીમાં એક પણ મહિલાનો સમાવેશ થતો નથી.
ગુજરાતના ધનવાન વ્યક્તિઓની પ્રથમ પસંદ અમદાવાદ :
ગુજરાતમાં ધનવાન વ્યક્તિઓની પ્રથમ પસંદ અમદાવાદ શહેર રહેલું છે. મોટા ભાગનાં અમીરોની માટે અમદાવાદ પહેલી પસંદ છે કારણ કે, કુલ 63% ધનવાન વ્યક્તિઓ માત્ર અમદાવાદમાં રહે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle