આજકાલ મોટાભાગના લોકો પાસે એકથી વધુ બેન્ક એકાઉન્ટ હોય છે. કોઇ જરૂર ન હોય તો પણ લોકો બે કે તેથી વધુ એકાઉન્ટ ખોલાવી લેતાં હોય છે પરંતુ પછીથી લોકો આ એકાઉન્ટને મેન્ટેઇન નથી કરી શકતાં. નોકરિયાત વર્ગ માટે તો તેનું મોટુ કારણ છે કે તેમનું સેલરી એકાઉન્ટ અને બીજુ પર્સનલ સેવિંગ એકાઉન્ટ. તેવામાં આજે અમે તમને જણાવીશું કે એકથી વધુ એકાઉન્ટ ખોલવાથી તમને કેટલું નુકસાન થઇ શકે છે.
સેવિંગ એકાઉન્ટમાં બેન્ક તરફથી મિનિમમ બેલેન્સ રાખવાની જોગવાઇ છે. જો મિનિમમ બેલેન્સ ન રાખો તો બેન્ક તમારી પાસે પેનલ્ટી વસૂલે છે. અનેક બેન્કોમાં મિનિમમ બેલેન્સની સીમા 10 હજાર રૂપિયા છે. તેવામાં જો તમારી પાસે બે કે તેથી વધુ એકાઉન્ટ હોય તો તમારી ચિંતા વધી શકે છે કારણ કે સામાન્ય લોકો માટે સેવિંગ એકાઉન્ટમાં 20 હજાર રૂપિયા જમા રાખવા મુશ્કેલ છે.
ઇનકમ ટેક્સ ફાઇલ કરવામાં થશે મુશ્કેલી
વધુ બેન્કમાં એકાઉન્ટ હોવાથી ટેક્સ જમા કરતી વખતે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. સાથે જ ઇનકમ ટેક્સ ફાઇલ કરતી વખતે બેન્ક એકાઉન્ટની માહિતી રાખવી પડે છે. મોટાભાગે તેના સ્ટેટમેન્ટનો રેકોર્ડ મેળવવો માથાભારે થઇ જાય છે.
આપવા પડે છે એક્સ્ટ્રા ચાર્જીસ
અનેક એકાઉન્ટ હોવાથી તમારે વાર્ષિક મેન્ટેનન્સ ફીસ અને સર્વિસ ચાર્જ આપવા પડે છે. ક્રેડિટ અને ડેબિટ કાર્ડ ઉપરાંત અન્ય બેન્કિંગ સુવિધાઓ માટે પણ બેન્ક તમારા પૈસા ચાર્જ કરે છે. તેવામાં તમારે ઘણું નુકસાન વેઠવું પડે છે.
નથી મળતું વધુ વ્યાજ
એકથી વધુ એકાઉન્ટ હોવાથી તમને વ્યાજમાં પણ નુકસાન ઉઠાવવું પડે છે. એટલે કે એકથી વધુ એકાઉન્ટ હોવાથી તમારી મોટી રકમ બેન્કોમાં ફસાઇ જાય છે. તે રકમ પર તમને વધુમાં વધુ 4થી 5 ટકા જ વાર્ષિક રિટર્ન મળે છે. જ્યારે તમે તે પૈસાને અન્ય યોજનામાં પણ લગાવી શકો છો. તેનાથી તમને વાર્ષિક રિટર્ન તરીકે વધુ વ્યાજ મળે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.