BIG BREAKING: રાજ કુન્દ્રા કેસમાં સૌથી મોટો વળાંક, બોમ્બે હાઈકોર્ટે…

અભિનેત્રી શિલ્પા શેટ્ટી(Shilpa Shetty)ના પતિ રાજ કુન્દ્રા(Raj Kundra)ને પોર્નોગ્રાફી(Pornography) કેસમાં જામીન મળી ગયા છે. મુંબઈની એક કોર્ટે સોમવારે એટલે કે આજે તેમને 50,000 રૂપિયા બોન્ડ…

અભિનેત્રી શિલ્પા શેટ્ટી(Shilpa Shetty)ના પતિ રાજ કુન્દ્રા(Raj Kundra)ને પોર્નોગ્રાફી(Pornography) કેસમાં જામીન મળી ગયા છે. મુંબઈની એક કોર્ટે સોમવારે એટલે કે આજે તેમને 50,000 રૂપિયા બોન્ડ પર જામીન આપ્યા છે. રાજ કુન્દ્રાને મુંબઈ પોલીસે 19 જુલાઈના રોજ મડ આઇલેન્ડ પરથી ધરપકડ કરી હતી. ત્યારથી તે જેલમાં હતો. મુંબઈ પોલીસે(Mumbai Police) પોતાની ચાર્જશીટમાં જણાવ્યું હતું કે, પોર્ન ફિલ્મ ઉદ્યોગપતિ રાજ કુન્દ્રાએ 2 વર્ષમાં તેની એપનો વપરાશકર્તા 3 ગણો અને નફો 8 ગણો વધારવાની યોજના બનાવી હતી. તેઓ તેમની 119 ફિલ્મોના આખા કલેક્શનને 8.84 કરોડમાં વેચવા માંગતા હતા.

શિલ્પા શેટ્ટીએ મુંબઈ પોલીસ સમક્ષ પોતાનું નિવેદન આપ્યું છે. જેમાં તેણે કહ્યું- ‘પોર્નોગ્રાફી કન્ટેન્ટ એપમાં પતિની સંડોવણી વિશે કોઈ માહિતી નહોતી. તેણીએ વધુમાં ઉમેર્યું કે તે તેના કામમાં ખૂબ વ્યસ્ત હતી. શિલ્પા શેટ્ટીના નજીકના મિત્રએ જણાવ્યું છે કે, શિલ્પા ઇચ્છે છે કે તેના બાળકો સામાન્ય જીવન જીવે. પિતાના કાર્યને બાળકો પર અસર થવા દેવા માંગતા નથી. એટલા માટે તેણે બાળકોને કહ્યું છે કે તેમના પિતા વ્યવસાયથી બહાર ગયા છે.

કુંદ્રાની સાથે ત્રણ લોકો પર લાગ્યો હતો આરોપ:
પોર્નોગ્રાફી કેસમાં રાજ કુંદ્રા, રેયાન થોરપે, યશ ઠાકુર ઉર્ફ અરવિંદ શ્રીવાસ્તવ અને પ્રદીપ બક્ષીનો પણ સમાવેશ છે. 43 સાક્ષીઓમાંથી પાંચ સાક્ષીએ CRPCની કલમ 164 હેઠળ મેજિસ્ટ્રેટ સામે પોતાનું નિવેદન નોંધાવ્યુ છે અને પોર્નોગ્રાફી કેસ મામલે પોલીસે કોર્ટમાં 1500 પેજની ચાર્જશીટ ફાઇલ કરી છે.

જાણો રાજ કુંદ્રાએ જામીન અરજીમાં શું કહ્યું તેનાં વિશે?
રાજ કુંદ્રાએ પોતાની જામીન અરજીમાં જણાવતા કહ્યું હતું કે, આખી સપ્લિમૅન્ટરી ચાર્જશીટ ફાઇલમાં એક પણ આરોપ રાજ કુંદ્રા વિરુદ્ધ લગાવવામાં આવ્યો નથી. જે સાબિત કરે છે કે, કોઈ વીડિયો શૂટિંગમાં રાજ કુન્દ્રા સક્રિય રીતે સામેલ હતો. હાઈકોર્ટની જામીન અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે, રાજ કુંદ્રાને ખોટી રીતે જાળમાં ફસાવવામાં આવ્યો છે. તેનું નામ પોલીસ દ્વારા જબરદસ્તી રીતે કેસમાં સામેલ કર્યું છે. સાથે સાથે અરજીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, આની પાછળનું કારણે તો એજન્સી જ કહી શકે છે, પરંતુ રાજ કુંદ્રાને ‘બલિનો બકરો’ બનાવવામાં આવ્યો છે. તપાસમાં સ્પષ્ટ રીતે દેખાય રહ્યું છે કે, કુંદ્રાનું ‘આપત્તિજનક સામગ્રી’ બનાવવાના કોઈ પણ ગુનામાં દૂર દૂર સુધી કોઈ રીલેશન નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *