ગાંધીનગરની એક વર્ષની બાળકીએ પગની આંગળીએ 200 મીટર ચાલી ‘ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ’માં સ્થાન નોંધાવ્યું

ગાંધીનગર(ગુજરાત): ગુજરાતમાં હાલમાં જ 2 યુવકોએ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. તેવામાં વાવોલની સાડા પાંચ વર્ષીય બાળકીએ પણ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં પોતાનું…

ગાંધીનગર(ગુજરાત): ગુજરાતમાં હાલમાં જ 2 યુવકોએ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. તેવામાં વાવોલની સાડા પાંચ વર્ષીય બાળકીએ પણ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં પોતાનું સ્થાન મેળવ્યો હતો. તેને પગની આંગળીઓ ઉપર 200 મીટરનું અંતર ચાર મિનિટ અને 23 સેકન્ડમાં પૂર્ણ કર્યું હતું. જેને કારને તેને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. બાળકીનું લક્ષ્ય ગ્રીનીઝ બુક ઓૅફ રેકોર્ડમાં સ્થાન મેળવવાનું છે.

મળતી માહિતી મુજબ, વાવોલના શાંતિનગર ફ્લેટમાં રહેતા માતા પાયલબા અને પિતા પ્રભાતસિંહ ચાવડાની સાડા પાંચ વર્ષની દિકરી કાવ્યાને ભગવાને એક અનોખી બક્ષીસ આપી છે. કુદરતે આપેલી બક્ષીસ પગની આંગળીઓ ઉપર ચાલવાની છે. બાળપણથી તે આ રીતે ઘરમાં ચાલતી હોવાથી તેના માતા અને પિતાએ તેને ચાલવા માટે પ્રેરણા આપી હતી. આ ઉપરાંત દિકરીના મોટાપપ્પા વિરેન્દ્રસિંહ ચાવડાએ દિકરીને પ્રોત્સાહિત કરીને બાળકીને સતત 6 મહિના સુધી ઘરમાં જ આની તૈયારી કરાવતા હતા.

છેવટે પ્રેક્ટીસને કારણે બાળકીને ચાલવામાં સરળતા આવવાથી ઇન્ડિયા રેકોર્ડ બુકનો સંપર્ક કરીને તેને આ વાતની જાણ કરવામાં આવી હતી. જેને કારણે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ દ્વારા કાવ્યાબા ચાવડાને તે રીતે ચલાવવામાં આવતા તેણીએ માત્ર 4 મિનીટ અને 23 સેકન્ડમાં 200 મીટરનું અંતર ચાલીને નવો રેકોર્ડ નોંધાવ્યો હતો. તેને કારણે તેણીનું સ્થાન ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળતા સર્ટીફિકેટ આપીને સન્માનિત કરી હતી.

બાળપણથી કાવ્યાને પગની આંગળીઓ ઉપર ચાલવાની ટેવ હતી. તેમાં તેને પરિવાર દ્રારા પ્રોત્સાહિત કરવામાં આવી હતી.​​​​​​​ દિકરી કેન્દ્રિય વિદ્યાલય, સેક્ટર-30 માં ધોરણ-1માં અભ્યાસ કરી રહી છે. દિકરીના પિતા પ્રભાતસિંહ પાણી પુરવઠા વિભાગમાં કોમ્પ્યુટર ક્લાર્ક તરીકે કામ કરે છે. જયારે માતા પાયલ ગૃહિણી છે. મૂળ પડુસ્માના વતની અને વાવોલમાં રહેતી સાડા પાંચ વર્ષીય દિકરીએ પગની આંગળી ઉપર ચાલીને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવીને ગોલ ગ્રીનીજ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવવા માટે તૈયારી ચાલુ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *