ટ્રેનમાં જગ્યા માટે એક બીજા પર તૂટી પડી 3 મહિલાઓ, જુઓ વાયરલ વિડીયો

વાયરલ(Viral): ઈન્ટરનેટની દુનિયામાં અવારનવાર અનેક વિડીયો સોશિયલ મીડિયા(Social media) પર વાયરલ(Viral video) થયા રહેતા હોય છે. ત્યારે આવો જ એક મહિલાઓનો વિડીયો વાયરલ થયો છે. જે વિડીયો હાલમાં વાયુ વેગે વાયરલ થઇ રહ્યો છે. જે જોઇને થોડા સમય માટે તો હસવું ચોક્કસ આવશે.

જો વાત કરવામાં આવે તો મુંબઈ મેટ્રો(Mumbai Metro)નો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં મહિલાઓ સીટ માટે એકબીજા સાથે ઝઘડી રહી છે. માત્ર આટલું જ નહી પરંતુ આ ઝપાઝપીમાં એક મહિલા કોન્સ્ટેબલને પણ ઈજા થઈ હતી. વીડિયોમાં મહિલાઓ આક્રમક રીતે એકબીજાને થપ્પડ મારતી અને પછી એકબીજાના વાળ ખેંચતી જોવા મળે છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટનામાં એક પોલીસકર્મી સહિત ત્રણ મહિલાઓ ઘાયલ થઈ છે.

જોરદાર ચાલી ઝપાઝપી:
મળતી માહિતી અનુસાર, આ ટ્રેન થાણેથી પનવેલ જઈ રહી હતી. નવી મુંબઈના તુર્ભે સ્ટેશન પર ટ્રેનમાં સીટને લઈને બે મહિલા મુસાફરો વચ્ચે ઝઘડો થયો હતો.આ વિડીયોમાં જોઈ શકાય છે કે 3 મહિલાઓ એકબીજા સાથે લડી રહી છે. મામલો વધતો જોઈને ડબ્બામાં રહેલી કેટલીક મહિલાઓએ તરત જ પોલીસને જાણ કરી હતી. જે બાદ એક મહિલા પોલીસકર્મી ત્યાં પહોચ્યા હતા. પરંતુ તે લડાઈમાં તે પણ ઘાયલ થયા હતા. હાલ તેની સારવાર ચાલી રહી છે.

દિલ્હી મેટ્રોમાં પણ થઇ હતી મારામારી:
આવી જ એક ઘટના તાજેતરમાં દિલ્હી મેટ્રોમાં બની હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વિડીયોમાં બે મહિલાઓ સીટને લઈને એકબીજા સાથે લડતી દેખાઈ રહી હતી. સીટ અને જગ્યાને લઈને અહીં પણ જબરદસ્ત હંગામો મચી ગયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *