ચાલતી ટ્રેનમાં એક સાથે 8 હવસખોરો 20 વર્ષીય યુવતી પર ડાઘીયા કૂતરાની જેમ તૂટી પડ્યા

લખનઉ-મુંબઈ પુષ્પક એક્સપ્રેસ(Lucknow-Mumbai Pushpak Express)માં એક મહિલા પર કથિત રીતે સામુહિક બળાત્કાર(Gang rape) કરવા બદલ ચાર વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. રેલવે પોલીસે ચારેય આરોપીઓને…

લખનઉ-મુંબઈ પુષ્પક એક્સપ્રેસ(Lucknow-Mumbai Pushpak Express)માં એક મહિલા પર કથિત રીતે સામુહિક બળાત્કાર(Gang rape) કરવા બદલ ચાર વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. રેલવે પોલીસે ચારેય આરોપીઓને ઇગતપુરી(Igatpuri) અને કસારા રેલવે સ્ટેશન નજીકથી ઝડપી લીધા છે. જોકે આ કેસમાં હજુ ચાર લોકો ફરાર છે. પોલીસ અન્ય ચાર આરોપીઓને શોધી રહી છે. શુક્રવારે રાત્રે આઠ વાગ્યાની આસપાસ સાતથી આઠ લૂંટારાઓ લખનઉ-મુંબઈ પુષ્પક એક્સપ્રેસ ટ્રેનમાં અચાનક ઘુસી ગયા. તમામ લૂંટારુઓએ 15 થી 20 મુસાફરોને લૂંટી(Robbed passengers) લીધા હતા. મુસાફરો પાસેથી રોકડ, મોબાઈલ, બેગ સહિતની કિંમતી ચીજવસ્તુઓ છીનવી લીધા બાદ આરોપીઓ પણ ભાગી ગયા હતા. ચાલતી ટ્રેનમાં ગેંગરેપની ઘટના મહારાષ્ટ્ર(Maharashtra)ના ઈગતપુરીથી કલ્યાણ વચ્ચે શુક્રવારે રાત્રે બની હતી.

ચાલતી ટ્રેનમાં મહિલા પર બળાત્કાર:
અચાનક બનેલી આ ઘટનાએ મુસાફરોમાં ભયનો માહોલ સર્જ્યો હતો. મુસાફરોને લૂંટ્યા બાદ લૂંટારાઓએ પહેલા ટ્રેનમાં મુસાફરી કરી રહેલી 20 વર્ષીય મહિલા સાથે ગેરવર્તન કર્યું હતું. આ પછી, ગુનેગારોએ ચાલતી ટ્રેનમાં છોકરી પર સામૂહિક બળાત્કાર કર્યો. ઘટના બાદ ગુનેગારો સ્થળ પરથી ભાગી ગયા હતા. ઘટના અંગે માહિતી મળ્યા બાદ કલ્યાણ જીઆરપીએ લૂંટ અને બળાત્કારનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી.

સ્લીપર બોગીમાં ચઢ્યા હતા આરોપી:
મુંબઈ જીઆરપી પોલીસ કમિશનર કૈસર ખાલિદે જણાવ્યું હતું કે, ઈગતપુરીમાં લખનઉ-મુંબઈ પુષ્પક એક્સપ્રેસમાં સ્લીપર બોગી ડી -2 માં સવાર લગભગ 10 આરોપીઓ સવાર થયા અને પહેલા લૂંટ કરી અને પછી એક છોકરી સાથે સામુહિક બળાત્કાર કર્યો. જ્યારે ટ્રેન કસારા પહોંચી ત્યારે મુસાફરોએ બોગીની અંદરથી બૂમો પાડવા માંડી, જેના પર જીઆરપી મુંબઈના અધિકારીઓ અને સ્ટાફ તરત જ ત્યાં પહોંચ્યા અને ચારેય આરોપીઓને પકડી પાડ્યા, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

આરોપી પાસેથી 34 હજારથી વધુની કિંમતનો સામાન મળી આવ્યો:
આરોપીઓએ ટ્રેનના મુસાફરો પાસેથી રૂ. 96,390 ની સંપત્તિની ચોરી કરી હતી, મોટેભાગે મોબાઇલ ફોન હતા. હાલમાં, પોલીસે તેમની પાસેથી અત્યાર સુધીમાં 34,200 રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે અને આરોપીઓની પૂછપરછ કરી રહી છે. પોલીસનો દાવો છે કે આ મામલો ટૂંક સમયમાં ઉકેલાઈ જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *