મુંબઇ પોલીસે (Mumbai Police) રિપબ્લિક ટીવીના સીઈઓ વિકાસ ખાનચંદાનીની ખોટી બનાવટી ટીઆરપી કેસમાં ધરપકડ કરી છે. આ કેસમાં હજુ સુધી 13 લોકોની ધરપકડ કરવામાં આવી છે. હંસા રિસર્ચના અધિકારી નીતિન દેવકરની ફરિયાદ બાદ મુંબઈ પોલીસે આ નકલી ટીઆરપી રેકેટ અંગે 6 ઓક્ટોબરે એફઆઈઆર નોંધી હતી. નવેમ્બરમાં અહીંની કોર્ટમાં મુંબઈ પોલીસે આ કથિત ટીઆરપી કૌભાંડમાં ચાર્જશીટ પણ દાખલ કરી હતી.
પોલીસના ક્રાઈમ ઇન્ટેલિજન્સ યુનિટએ કથિત ટેલિવિઝન રેટિંગ પોઇન્ટ (TRP) કૌભાંડની તપાસ કરી રહી છે. આ મામલે અગાઉ પણ વિકાસ ખાનચંદાનીની અનેક વાર પૂછપરછ કરવામાં આવી છે. વિકાસ ખાનચંદાની, વરિષ્ઠ પત્રકાર અને ચેનલના મુખ્ય સંપાદક અર્ણવ ગોસ્વામીને પણ એક જૂના કેસમાં મુંબઈ પોલીસે ધરપકડ કરી હતી. જોકે બાદમાં કોર્ટે તેને જામીન આપી દીધા હતા.
તમને જણાવી દઈએ કે, બનાવટી ટીઆરપી કૌભાંડ ત્યારે પ્રકાશમાં આવ્યું જ્યારે રેટિંગ એજન્સી બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ (બીએઆરસી) એ ફરિયાદ નોંધાવી કે કેટલીક ટીવી ચેનલો ટીઆરપીના આંકડામાં હેરાફેરી કરી રહી છે. બાર્કે આ ફરિયાદ હંસા રિસર્ચ ગ્રુપ દ્વારા નોંધાવી હતી. નોંધપાત્ર રીતે, હંસાને વ્યુઅરશિપ ડેટા મેળવવા માટે માપન સાધન સ્થાપિત કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી.
Mumbai Police arrest Republic TV CEO Vikas Khanchandani in alleged TRP manipulation case. #Maharashtra
— ANI (@ANI) December 13, 2020
કેવી રીતે કરાયું કૌભાંડ?
હંસા એજન્સીએ ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે, તેના કેટલાક જૂના કર્મચારીઓએ કંપનીનો ડેટા ચોરી લીધો હતો અને તેના દ્વારા અમુક ચેનલો માટે ટીઆરપીને પ્રભાવિત કરવાનો પ્રયાસ કર્યો હતો. ચોરાયેલા ડેટા દ્વારા, જે ઘરોમાં ટીઆરપી મીટર હોય છે. તેમને પૈસાની લાલચ આપીને ચેનલ જોવાનું કહેવામાં આવ્યું, જેથી તે ચેનલની ટીઆરપી વધી શકે.
અત્યાર સુધીમાં 12 લોકોની કરવામાં આવી ધરપકડ
ટીઆરપી કૌભાંડમાં મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાંચે વિકાસ ખાનચંદાની સહિત 12 લોકોની ધરપકડ કરી છે. અગાઉ, રિપબ્લિક ટીવી વેસ્ટર્ન રિજનના ડિસ્ટ્રિબ્યુશન હેડ ઘનશ્યામ સિંહની પણ ગયા મહિને ધરપકડ કરવામાં આવી હતી, જેમને આ મહિને જામીન મળી ગયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle