Mumbai Train Viral Video: મુંબઈ લોકલ ટ્રેનમાં યુવતી સાથે ડાન્સ કરનાર પોલીસ અધિકારીની મુસીબતો વધી રહી છે. વાયરલ વીડિયોના વિવાદ પછી, આ બાબતએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લોકોનું ઘણું ધ્યાન ખેંચ્યું છે. વીડિયોમાં યુવતી સાથે ડાન્સ કરતા જોવા મળતા એસએફ ગુપ્તા સામે તપાસ થઇ રહી છે. વીડિયોમાં જેમ દેખાઈ રહ્યું છે તેમ, તે સેન્ટ્રલ રેલવે લોકલ ટ્રેનના સેકન્ડ ક્લાસમાં લેડીઝ કોચની અંદર એક છોકરી સાથે ડાન્સ(Mumbai Train Viral Video) કરતા જોવા મળી રહ્યા છે.
આ ઘટના 6 ડિસેમ્બરે રાત્રે 10 વાગ્યાની આસપાસ બની હતી. રાત્રિના પ્રવાસ દરમિયાન મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા પોલીસકર્મી એસએફ ગુપ્તા ફરજ પર હતા.ત્યારે વીડિયોની શરૂઆતમાં, ગુપ્તાને ડાન્સ રીલનું શૂટિંગ કરતી છોકરીને સૂચના આપતા બતાવવામાં આવ્યા છે. થોડા સમય પછી પોલીસ અધિકારી યુવતી સાથે ડાન્સ કરવા લાગે છે.
Mumbai Police 🤡pic.twitter.com/9kBPCGD0jb
— Joh№y (@Johnny__007) December 13, 2023
ડિવિઝનલ રેલ્વે મેનેજરે આ વિડિયો તેમના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે અને આરપીએફને ટેગ કર્યો છે. તેમણે એસએફ ગુપ્તા સામે તાત્કાલિક કાર્યવાહી કરવા જણાવ્યું હતું. 8 ડિસેમ્બરે જીઆરપીએ ગુપ્તા વિરુદ્ધ રિપોર્ટ દાખલ કર્યો હતો. બાદમાં ગુપ્તાને ખુલાસો આપવા માટે બોલાવવામાં આવ્યા હતા.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube