સાચવજો બાપલ્યા..! કોરોનાના નવા વેરિયન્ટએ મચાવ્યો છે તરખાટ- US બાદ ભારતના આ રાજ્યમાં નોંધાયો પહેલો કેસ

First case of sub-variant JN.1 in Kerala: ભારત સહિત સમગ્ર વિશ્વ માટે એક સમયે ચિંતાનું કારણ બનેલા વૈશ્વિક મહામારી કોવિડ-19નો ખતરો ફરી એકવાર માથું ઉંચકી રહ્યો…

First case of sub-variant JN.1 in Kerala: ભારત સહિત સમગ્ર વિશ્વ માટે એક સમયે ચિંતાનું કારણ બનેલા વૈશ્વિક મહામારી કોવિડ-19નો ખતરો ફરી એકવાર માથું ઉંચકી રહ્યો છે. ભારતમાં, તેના સબ-વેરિયન્ટ JN.1નો પ્રથમ કેસ કેરળમાં(First case of sub-variant JN.1 in Kerala) સામે આવ્યો છે. કેન્દ્ર સરકારે આ વાતની પુષ્ટિ કરી છે.(First case of sub-variant JN.1 in Kerala) આ તમામ પ્રકારો BA.2.86 જેવા જ છે જેને પિરોલા તરીકે પણ ઓળખવામાં આવે છે. તાજેતરમાં ચીન અને અમેરિકામાં આના કારણે સંક્રમણના કેસ નોંધાયા છે.

કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર, તિરુવનંતપુરમના કોવિડ દર્દીના નિયમિત નમૂના જેએન.1 પોઝીટીવ હોવાનું જાણવા મળ્યું છે. અધિકારીઓએ જણાવ્યું કે, આ દર્દીના કોરોના પોઝિટિવ હોવાના સમાચાર 18 નવેમ્બરે મળ્યા હતા. દર્દીમાં ઈન્ફલ્યુએન્ઝા જેવી બીમારીના હળવા લક્ષણો હતા અને હવે તે સારી સ્થિતિમાં છે. તમને જણાવી દઈએ કે, કેરળમાં છેલ્લા કેટલાક અઠવાડિયામાં કોરોનાના કેસમાં વધારો થયો છે. જો કે, મોટાભાગના કિસ્સાઓમાં લક્ષણો હળવા હોય છે.

તમામ રાજ્યોમાં કરવામાં આવી રહી છે મોકડ્રીલ 
અધિકારીઓનું કહેવું છે કે મોટાભાગના દર્દીઓ કોઈપણ સારવાર વિના ઘરે સાજા થઈ ગયા છે. જો કે, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની નિયમિત કવાયતના ભાગ રૂપે, રાજ્યોના તમામ આરોગ્ય કેન્દ્રો પર એક મોક ડ્રીલ હાથ ધરવામાં આવી રહી છે.(Corona New Virus Kerala India) આ પગલું જાહેર આરોગ્ય અને હોસ્પિટલ સજ્જતાના ધોરણો અંગે રાજ્યોની સજ્જતાનું મૂલ્યાંકન કરવા માટે લેવામાં આવ્યું છે. તેની શરૂઆત 13 ડિસેમ્બરે કરવામાં આવી હતી.

શુક્રવારે 312 નવા કેસ મળી આવ્યા હતા
એક અધિકારીએ જણાવ્યું હતું કે, 13 ડિસેમ્બરે શરૂ થયેલી આ પ્રવૃત્તિ જિલ્લા કલેક્ટરની દેખરેખ હેઠળ કરવામાં આવી રહી છે અને સોમવાર સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય કેરળમાં આરોગ્ય વિભાગ(Corona New Virus Kerala India) સાથે સતત સંપર્કમાં છે અને પ્રવેશના વિવિધ સ્થળો પર નજર રાખી રહ્યું છે. તમને જણાવી દઈએ કે, શુક્રવારે ભારતમાં કોવિડ-19ના 312 નવા કેસ જોવા મળ્યા હતા અને તેમાંથી 280 માત્ર કેરળના હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *