એકાએક ઓઈલ ટેન્કરમાં આગ લાગતા ભડકે બળ્યો એક્સપ્રેસ હાઇવે, ચાર લોકો જીવતા જ ભડથું થયા

પુણે-મુંબઈ એક્સપ્રેસ વે (Mumbai Pune Expressway Accident) પર મંગળવારે ઓઈલ ટેન્કરમાં આગ (Oil tanker fire) લાગવાથી ચાર લોકોના મોત (Four people died) થયા હતા અને ત્રણ લોકો ઘાયલ થયા હતા, આ માહિતી પોલીસ દ્વારા પ્રાપ્ત થાય છે. અકસ્માત બાદ રોડ પર વાહનોનો ધસારો જોવા મળ્યો હતો, જેને થોડા કલાકોમાં હટાવી દેવામાં આવ્યો હતો. 

એક અધિકારી સાથે વાત કરતા તેણે જણાવ્યું કે, આ ઘટના લોનાવાલા અને ખંડાલા વચ્ચે બની હતી. તેમણે કહ્યું કે અકસ્માત બાદ ટેન્કરમાં આગ લાગી અને કેમિકલના વિસ્ફોટથી નીકળેલા અંગારા રસ્તા પર જઈ રહેલા વાહનો પર પડવા લાગ્યા.

લોનાવાલા પોલીસ સ્ટેશનના એક અધિકારી સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે આ ઘટનામાં રસ્તા પર દોડી રહેલા ચાર મોટરચાલકોને પણ ઈજા થઈ હતી, જેમાંથી ત્રણના મોત થયા હતા. આ ઉપરાંત ટેન્કરમાં સવાર એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય ત્રણ ઘાયલ થયા હતા.

મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને ગૃહ પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે “અકસ્માતમાં ત્રણ લોકો ઘાયલ થયા છે જેમની સ્થાનિક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. હું તેમના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરું છું.” તેમણે કહ્યું કે રાજ્ય પોલીસ, હાઈવે પોલીસ, આઈએનએસ શિવાજીના જવાનો અને ફાયર બ્રિગેડના જવાનો સ્થળ પર તૈનાત છે અને આગને કાબૂમાં લઈ લેવામાં આવી છે.

પોલીસ અધિકારી સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે હાઈવેની એક બાજુથી ટ્રાફિક શરૂ થઈ ગયો છે. ટૂંક સમયમાં બીજી તરફ જવાનો રસ્તો ખુલ્લો કરવામાં આવશે. તેમણે કહ્યું કે પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આગને કારણે એક્સપ્રેસવે પર વાહનોની અવરજવર બંધ કરી દેવામાં આવી હતી અને રસ્તા પર પડેલા કાટમાળને હટાવવા માટે ક્રેન્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. ક્રેનની મદદથી કાટમાળ હટાવવામાં આવી રહ્યો છે અને ટૂંક સમયમાં જ રસ્તા પર વાહનોની અવરજવર ફરી શરૂ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *