મુંબઇ: મુંબઇની હાલત મૂશળાધાર વરસાદે ખરાબ કરી દીધી છે. અહીં રસ્તાઓ પાણી ભરાઇ જતાં પાણીમાં ડૂબી ગયા છે. વરસાદના લીધે ઘણા લોકો ફસાઇ ગયા છે, તે પોતાના ઘરે જઇ શકતા નથી. મુંબઇના નીચાણવાળા વિસ્તારોમાં મુશ્કેલીઓ વધી રહી છે. અહીં રસ્તા પર ઘૂંટણસમા પાણી ભરાઇ ગયા છે.
ચેમ્બૂરના વાસી નાકા વિસ્તારમાં ભારે વરસાદના લીધે લેંડ સ્લાઇડ થયું છે. તેની ચપેટમાં 4-5 લોકો આવી ગયા છે અને ઘણા લોકો કાળમાળ નીચે દબાઇ ગયા છે. ઘટના બાદ રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરવામાં આવ્યા છે. કાટમાળ નીચેથી એનડીઆરએફની ટીમે 11 લાશોને કાઢી છે. તેમાં એક મહિલાની બોડી પણ સામેલ છે. માહિતી મળી રહી છે કે હજુ કાટમાળ નીચે 6 થી 8 લોકો દબાયેલા હોઇ શકે છે.
Maharashtra | Two bodies have been recovered by NDRF from the debris (in Mumbai’s Chembur). 10 bodies were recovered by locals before the arrival of NDRF personnel. At least 7 more people are feared trapped: NDRF Inspector Rahul Raghuvansh pic.twitter.com/8o2B8ah7R8
— ANI (@ANI) July 18, 2021
સિયોન વિસ્તાર અને ગાંધી માર્કેટમાં પાણી ભરાઇ ગયા છે. રસ્તા પર પાણી ફરી વળ્યા છે. ઠેર ઠેર ગાડીઓ ફસાઇ ગઇ છે. તેના લીધે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઠેર-ઠેર બીએમસીના કર્મચારી હાજર છે, જે લોકોને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે આગળ ખતરો વધી શકે છે. એટલા માટે સાવધાન રહો.
Maharashtra | Two bodies have been recovered by NDRF from the debris (in Mumbai’s Chembur). 10 bodies were recovered by locals before the arrival of NDRF personnel. At least 7 more people are feared trapped: NDRF Inspector Rahul Raghuvansh pic.twitter.com/8o2B8ah7R8
— ANI (@ANI) July 18, 2021
મુંબઇના ઘણા વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. આખી રાત લોકો ઘરમાંથી પાણી કાઢવામાં લાગ્યા હતા. અંધેરી અને આસપાસના નિચલા વિસ્તારમાં પાણી ભરાઇ છે. દાદરમાં એટલું પાણી ભરાઇ ગયું કે, વેસ્ટની બસો અડધાથી વધુ ડુબી ગયેલી જોવા મળી હતી. ભારે વરસાદના લીધે ભાંડુપમાં દીવાલ ધરાશાયી થઇ ગઇ છે. કાંદિવલીની ઘણી દુકાનોમાં પણ પાણી ભરાઇ ગયા છે, જેથી લાખોનો માલ ખરાબ થઇ ચૂક્યો છે.
#WATCH | Maharashtra: Rainwater entered Mumbai’s Borivali east area following a heavy downpour this morning pic.twitter.com/7295IL0K5K
— ANI (@ANI) July 18, 2021
આજે રવિવારનો દિવસ છે, એટલા માટે થોડી રાહતની વાત છે. મોટાભાગના લોકોને કામ પર જવાની મજબૂરી છે. વરસાદના લીધે રેલના પાટાઓ પર પણ પાણી ભરાઇ ગયા છે. એટલે કે આજે લોકલ ટ્રેન દ્વારા અવરજવર પ્રભાવિત થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.