અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પરના AC પર કંઈક સળવળાટ થયો, નજીક જોઈને જોયુ તો ચોંક્યા અધિકારીઓ…

અમદાવાદનું સરદાર વલ્લભભાઇ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પ્રાણીસંગ્રહાલયમાં રૂપાંતરિત થય ગયું હોય તેવું લાગી રહ્યું છે. જોવા જઈએ તો પ્રાણીઓ, પક્ષીઓ અને જીવનજંતુઓ ઘુસી જતા હોવાની ઘટના વારંવાર સામે આવતી હોય છે. જયારે હવે અમદાવાદના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ટમનલમાં બે સાપ ઘૂસી આવતા ચકચાર મચી જવા પામી હતી.

એટલું જ નહિ એક ઝેરી કોબ્રા સાપ છેલ્લા ત્રણ દિવસથી ટમનલમાં અલગ અલગ જગ્યાએ ફરતો જોવા મળ્યો હતો. આખરે શનિવારના રોજ સવારમાં કોબ્રા સાપ પકડાઈ જતા ફરી એક વખત એરપોર્ટ તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓની હેરફેર ઓછી હોવાને કારણે જાનહાનિ ટળી હતી.

અમદાવાદનના સરદાર વલ્લભભાઇ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ત્રણ દિવસ પહેલા એર ઇન્ડિયાના કાઉન્ટર પાસેથી કોબ્રા સાપ જોવા મળ્યો હતો. જેને લીધે ડરી ગયેલા એક કર્મચારીએ તુરંત જ એરપોર્ટ મેનેજરને જણાવ્યું હતું. એરપોર્ટ મેનેજરને જાણ થતા સીઆઇએસએફને માહિતગાર કર્યા હતા. તેઓ જયારે સાપને પકડવા ગયા ત્યારે સાપ ગાયબ થઇ ગયો હતો.

જયારે બીજા દિવસ એજ ફરી એક વખત ઇમિગ્રેશનના કાઉન્ટર પાસે સાપ જોવા મળ્યો હતો. પરંતુ તે જગ્યા પરથી સાપ પકડાયો નહોતો. અંતે આજે સવારમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ડીપાર્ચરમાં આવેલી એરલાઇન કંપનીની બેક ઓફિસ પાસે ઇમિગ્રેશનના રેસ્ટ રૂમમના એસી પર સાપ જોવા મળ્યો હતો. ત્યારે ફક્ત સાપ જ નહિ પરંતુ સપના મોઢામાં ઉંદર પણ હતો.

આ પરથી કહી શકાય કે ટમનલમાં ઉંદરોનો ત્રાસ હોવાને કારણે સાપ આવતા હોઈ શકે છે. સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, રેસ્ટ રૃમ તરફ હોવાને કારણે સાપને અંદર ઘુસવા માટે ખુલ્લી જગ્યા મળી ગઈ હતી. જેને કારણે ઉંદર એસીમાં પાઈપના ખાનામાંથી પ્રવેશ કરતો હોવાની સંભાવના છે.

જાણવા મળ્યું છે કે, બે સાપ પૈકી એક સાપ ઝેરી કોબ્રા હતા અને જો કદાચ તે પ્રવાસીઓને કરડી શકત. પરંતુ સદનસીબે આવી કોઈ પણ ગંભીર ઘટના ઘટી ન હતી. આ અગાઉ થોડા વર્ષ પહેલા ટમનલ-૨માં પાર્ક થયેલા એર ઈન્ડિયાના વિમાન પર સાપ વીંટળાયેલો જોવા મળતાં ડર માહોલ સર્જાયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *