Major tragedy in Maharashtra: મહારાષ્ટ્રમાં ભયાનક લિફ્ટની એક દુર્ઘટના ઘટી છે, જેમાં 7 શ્રમિકોના કરૂણ મોત નિપજ્યાં છે. આ દુર્ઘટના પર મહારાષ્ટ્ર(Major tragedy in Maharashtra)ના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે. મહત્વનું છે કે, શ્રમિકો 40 માળની બિલ્ડિંગની ઉપર વોટર પ્રૂફિંગનું કામ કરીને લિફ્ટમાં નીચે ઉતરી રહ્યા હતા. તે દરમિયાન લિફ્ટ તુટી પડતા ભારે અફરા-તફરી સર્જાઈ ગઈ હતી. આ દુર્ઘટનાની જાણ થતાં જ વહીવટીતંત્ર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયું હતું અને તેઓ બચાવ કામગીરી પણ શરૂ કરી હતી. અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં પણ આવ્યા છે.
A tragic accident took place in Thane, Maharashtra on Sunday evening.
7 people died and some were injured after the lift of a 40-storey high building collapsed in Balkum area of Thane. #Thane #PAKvIND #BHAvsPAK #earthquake #ViratKohli #accident #G20Bharat2023 pic.twitter.com/mwEVnov1VK— Bhupendra Singh Negi (@BhupendraNegi08) September 10, 2023
7 શ્રમિકોના દર્દનાક મોત
આ દુર્ઘટનામાં 7 શ્રમિકોના દર્દનાક મ્રત્યુ નિપજ્યા છે. અને હાલ મૃતકોની ઓળખમાં 32 વર્ષીય મહેન્દ્ર ચૌપાલ, 21 વર્ષીય રૂપેશ કુમાર દાસ, 47 વર્ષીય હારૂન શેખ, 35 વર્ષીય મિથિલેશ, 38 વર્ષીય કરીદાસ અને 21 વર્ષીય સુનીલ કુમાર તરીકે થઈ છે. સાતમા મૃતકની ઓળખ હજુ સુધી કરવામાં આવી નથી.
Shocking!
The lift accident in Thane is very tragic.
I express my deepest condolences to the families of the deceased who lost lives in this accident.
Wishing speedy recovery to the injured ones. https://t.co/xIRWwP6gBD— Devendra Fadnavis (@Dev_Fadnavis) September 10, 2023
દેવેન્દ્ર ફડણવીસે દુઃખ વ્યક્ત કર્યું
થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓના જણાવ્યા મુજબ, લિફ્ટમાં કુલ 7 શ્રમિકો હતા અને તે તમામના મોત નિપજ્યાં છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા શ્રમિકોના પરિવારના લોકો પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી છે. ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે ટ્વીટ કરીને કહ્યું, ‘થાણેમાં લિફ્ટ દુર્ઘટના ખૂબ જ દુઃખદ બની છે. હું આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા મૃતકોના પરિવારો પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરું છું અને ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થઈ જાય તેવી હું પ્રાર્થના કરું છું.
કામ પૂરું કરીને નીચે આવી રહ્યા હતા શ્રમિકો
મળતી માહિતી અનુસાર, ગઈ કાલે થાણેમાં આવેલી રુનવાલ નામની નવ નિર્મિત 40 માળની બિલ્ડિંગમાં કામગીરી ચાલી રહી હતી. આ બિલ્ડિંગની છત પર વોટર પ્રૂફિંગનું કામ ચાલી રહ્યું હતું. તે દરમિયાન બિલ્ડિંગમાં કામ કરી રહેલા શ્રમિકો તેમનું કામ પુરુ કરી લિફ્ટમાં નીચે આવી રહ્યા હતા. તે દરમિયાન લીફ્ટ અચાનક ધડામ કરતા નીચે પડી હતી. પોલીસે જણાવ્યું કે, પ્રાથમિક તપાસ મુજબ લિફ્ટનું દોરડું તૂટવાને કારણે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સમયે શ્રમિકો લિફ્ટથી નીચે આવી રહ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું કે વધુ તપાસ ચાલી રહી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube