જયારે બબીતાજીને કોઈએ પૂછ્યું- ‘એક રાતના કેટલા?’ તો એવો જવાબ આપ્યો કે, સાંભળી રુવાડા બેઠા થઇ જશે

ટીવી સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા(Tarak Mehta ka Ulta Chashma)ની બબીતા ​​જી (Babita) એટલે કે મુનમુન દત્તા(Moonmoon Datta) સોશિયલ મીડિયા(Social media) પર ખૂબ જ એક્ટિવ છે. ઇન્સ્ટાગ્રામ (Instagram) પર, તે તેના અંગત જીવન, વેકેશનના ઘણા બોલ્ડ ફોટા શેર કરે છે. જો કે, કેટલીકવાર તે ટ્રોલ પણ થાય છે. આવા જ એક ટ્રોલરે તેને અશ્લીલ સવાલ પૂછ્યો. આના પર તેણે જવાબ આપ્યો અને બોલવાનું બંધ કરી દીધું હતું.

મુનમુન દત્તાએ ભારતીય આઉટફિટમાં ફોટો શેર કર્યો છે. તેના પર એક યુઝરે લખ્યું કે- ‘એક રાત કા કિતના’. તેના પર ટિપ્પણી કરતા મુનમુન દત્તાએ લખ્યું હતું કે, ‘તમે અહીં ભીખ માંગવા કેમ આવ્યા છો? શું તમે ભાન ભૂલી ગયા છો? તારો ચહેરો જેટલો બકવાસ છે તેટલો જ તારા શબ્દો પણ બકવાસ છે. કોઈ તારા પર થુંકવા પણ માંગતું નથી. હિંમત હોય તો આગળ આવો અને વાત કરો.’ તેમજ તેને કહ્યું કે બીજી એક વાત, મેં તને બ્લોક કરતા પહેલા વિચાર્યું, મારે તને તારી ઔકાત બતાવવી જ પડશે. શું તું અભણ છે? હવે તારો કદરૂપો ચહેરો અહીંથી લઈને બીજે ક્યાંક જા અને ગંદકી ફેલાવ.’

પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી:
હાલમાં જ પોલીસે મુનમુન દત્તાની અઢી કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. મુનમુન દત્તાએ બોલિવૂડ બબલ સાથેની વાતચીતમાં કહ્યું કે, મારી ધરપકડ અંગે જે સમાચાર આવી રહ્યા છે તે માત્ર અફવા છે. મને પોલીસ દ્વારા વાતચીત માટે બોલાવવામાં આવ્યો હતો. મારી ધરપકડ કરવામાં આવી નથી. શુક્રવારે, મને કોર્ટમાંથી વચગાળાના જામીનનો પત્ર મળ્યો. હાંસી પોલીસ સ્ટેશનના અધિકારીઓએ મારી સાથે લગભગ અઢી કલાક વાત કરી હતી.

જ્ઞાતિવાદી ટિપ્પણીના કારણે વિવાદ થયો હતો:
મુનમુન દત્તાએ ગયા વર્ષે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. વીડિયોમાં તે કહી રહી છે કે તેણે ઘણો મેકઅપ કર્યો છે કારણ કે તે યુટ્યુબ પર આવવાની છે. ત્યાર પછી, તેમની સામે ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 153A, 295A અને અનુસૂચિત જાતિની કલમ 3(1)(R), 3(1)(S) અને 3(1)(U) હેઠળ કેસ અને આદિજાતિ અત્યાચાર અધિનિયમની નોંધ કરવામાં આવી હતી. તેમજ મુનમુને સોશિયલ મીડિયા પર માફી માંગી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *