મુંબઈ (Mumbai): માયાનગરી મુંબઈના સાંતાક્રુઝ વિસ્તારમાં એક સનસનીખેજ ઘટના સપ્ટેમ્બર 2022માં સામે આવી હતી. અહીં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે કવિતા નામની મહિલા અને તેના પ્રેમી હિતેશ જૈનની તેના પતિ કમલકાંત શાહ (ગુજરાતી વેપારી) ની હત્યાના આરોપમાં ધરપકડ કરી હતી. વાસ્તવમાં, કવિતા તેના પતિના જમવામાં સ્લો પોઈઝનનું સતત મિશ્રણ કરતી હતી.
ધીમા ઝેરના કારણે, કમલકાંતને 3 સપ્ટેમ્બરના રોજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને 17 દિવસ પછી તેનું મૃત્યુ થયું હતું. પોલીસે આ ચકચારી મર્ડર કેસમાં તાજેતરમાં જ ચાર્જશીટ ફાઈલ ત્યાર કરી છે. ચાલો આપણે જાણીએ ઠંડા કાળજે કરાયેલા મર્ડરની ગંધ ના આવે તે માટે કાજલ શાહે કેવા-કેવા પ્લાન બનાવ્યા અને આખરે કઈ રીતે તેનો ભાંડો ફુટ્યો હતો.
કાજલે પતિ કમલકાંત શાહની હત્યા કરતા પહેલા પોઈઝનની પ્રયોગ તેના વૃદ્ધ સાસુ પર પર કર્યો હતો, આ પ્રયોગમાં કાજળને સફળતા મળી હતી. કમલકાંતની માતાનો મોત કાજલેજ સ્લો પોઈઝન આપીને કર્યું હતું, આ વાતની અણસાર સુદ્ધા કોઈ પણને ન હતી. કોઈને કાજળ પર શક ન જતા કાજલનો કોન્ફિડન્સ વધી ગયો હતો. ત્યાર બાદ કાજલે તેના પતિને પણ સ્લો પોઈઝન આપવાનું શરુ કરી દીધું હતું.
આ મર્ડર કેસમાં પોલીસે 1350 પાનાની ચાર્જશીટ ત્યાર કરી છે. 1350 પાનાની આ ચાર્જશીટમાં જણાવામાં આવી રહ્યું છે કે, જયારે પોલીસે કમલકાંતના મોતની તપાસ શરૂ કરી હતી ત્યારે તેની પત્ની કાજલે તેનો વિરોધ કર્યો હતો. જયારે પોલીસે કાજલ અને તેના પ્રેમી હિતેષ જૈનની વોટ્સએપ ચેટ જોઈ ત્યારે તેમાં થાલિયમ અને આર્સેનિક નામના બે કેમિકલ્સનો ઉલ્લેખ જોવા મળ્યો હતો. કાજલે આ બે કેમિકલ્સના ડોઝ આપીને પતિ કમલકાંતને મોતને ઘાટ ઉતાર્યો હતો.
કમલકાંતને 24 ઓગસ્ટ 2022ના રોજ પેટમાં અસહ્ય દુ:ખાવો થવા લાગ્યો હતો. તેથી તેને એક પ્રાઈવેટ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો હતો. ત્યારે હોસ્પિટલમાં તેના રીપોટ કરવામાં આવ્યા ત્યારે તેમના બ્લડ રિપોર્ટમાં જાણવા મળ્યું કે તેના બ્લડમાં થાલિયમ અને આર્સેનિકનું પ્રમાણ અતિ જોખમી સ્તરે છે. ત્યાર બાદ 19 સપ્ટેમ્બરે 2022ના રોજ કમલકાંતનું મોત થયું હતું. જયારે આ કેસની તપાસ ક્રાઈમ બ્રાંચે હાથમાં લીધી ત્યારે કાજલ તેમજ તેના પ્રેમીની ધરપકડ કરી હતી.
કાજલે કમલકાંતને મોતને ઘાટ ઉતાર્યો તે પહેલા તેની તમામ ઈન્શ્યોરન્સ પોલિસી, પ્રોપર્ટી અને નાણાકીય બાબતોની પણ રજેરજની જાણકારી જાણી લીધી હતી. કમલકાંતને મોતને ઘાટ ઉતારીને તેની તમામ પ્રોપર્ટી હડપ કરી લેવાનો પ્લાન કાજલનો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.