ગ્રીષ્મા વેકરીયાના હત્યારા ફેનિલની વિરુદ્ધમાં કોર્ટમાં દલીલો પૂરી, હવે આ દિવસે સજા જાહેર થશે

સુરત(Surat): શહેરના પાસોદરા(Pasodra)માં જાહેરમાં કરાયેલી ગ્રીષ્મા વેકરીયા(Grishma Vekariya)ના હત્યા કાંડ(Murder case)માં સંડોવાયેલા આરોપી ફેનિલ ગોયાણી(Fenil Goyani) સામે હાલમાં ન્યાયિક કાર્યવાહી શરુ છે. જે દરમિયાન સરકાર…

સુરત(Surat): શહેરના પાસોદરા(Pasodra)માં જાહેરમાં કરાયેલી ગ્રીષ્મા વેકરીયા(Grishma Vekariya)ના હત્યા કાંડ(Murder case)માં સંડોવાયેલા આરોપી ફેનિલ ગોયાણી(Fenil Goyani) સામે હાલમાં ન્યાયિક કાર્યવાહી શરુ છે. જે દરમિયાન સરકાર પક્ષ દ્વારા આ કેસ અંગે વધુ સાક્ષીઓ ન તપાસવાનું કહી ક્લોઝિંગ આપવામાં આવ્યું છે. જેને કારણે આજે હત્યારા ફેનિલનું ફર્ધર સ્ટેટમેન્ટ લેવામાં આવનાર છે. જ્યારે મળતી માહિતી અનુસાર, આવતા અઠવાડિયા સુધીમાં ગ્રીષ્મા વેકરીયા હત્યા કેસ(Grishma murder case)માં ચુકાદો આવી જવાની પ્રબળ શક્યતા સેવાઈ રહી છે.

ઓડિયો-વિડીયો બંને ઓરીજનલ જ, કોઈ પણ પ્રકારની છેડછાડ નથી કરવામાં આવી:
હત્યારો ફેનીલ ગોયાણી સામે ન્યાયિક કાર્યવાહીમાં દરમિયાન બે FSL અધિકારીઓની જુબાની લેવામાં આવી હતી.  અત્યાર સુધીની જુબાનીમાં કહેવામાં આવ્યું છે કે, ગ્રીષ્માની હત્યાના ઓડિયોમાં ફેનિલ અને તેના મિત્ર આકાશનો અવાજ હતો અને હત્યાનો વીડિયો ઓરિજિનલ હતો અને તેની સાથે છેડછાડ કરવામાં આવી ન હતી. મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ સાક્ષીઓની તપાસ કરી હતી અને બચાવ પક્ષે બંને સાક્ષીઓની ઉલટ તપાસ કરી હતી.

આજથી 30મી માર્ચથી ન્યાયિક કાર્યવાહીનો અંતિમ તબક્કો હાથ ધરવામાં આવશે:
સરકારે 190 માંથી 105 મુખ્ય સાક્ષીઓની જુબાનીઓ પૂર્ણ કરી અને 85 સાક્ષીઓને ડ્રોપ કરીને સરકારના પુરાવાઓ અંગે ક્લોઝિંગ પ્રોસેસ આપી હતી. આરોપી ફેનીલ ગોયાણીનું આજે એફ.એસ.ફર્ધર સ્ટેટમેન્ટ આવશે. આ કેસમાં ન્યાયિક કાર્યવાહીનો અંતિમ તબક્કો 30 માર્ચથી એટલે કે આજથી ચાલશે અને આના સમર્થનમાં સરકાર અને બચાવ પક્ષની દલીલો અને ઉચ્ચત્તમ અદાલતોના પ્રસ્થાપિત નિર્ણયના તારણો રજૂ કરશે.

આજ એટલે કે 30મી માર્ચથી બંને પક્ષની અંતિમ દલીલો થશે શરૂ:
આજે ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 313 હેઠળ ફેનિલ ગોયાણીનું ફર્ધર સ્ટેટમેન્ટ લેવામાં આવ્યું હતુ. હવે બુધવારે એટલે કે આજરોજ બંને પક્ષોની અંતિમ દલીલો શરૂ થશે. સોમવારે મુખ્ય જિલ્લા ન્યાયાધિશની તબિયત નાજુક હોવા છતાં તેઓ ઉપસ્થિત રહ્યા રહ્યા હતા.

જાણો શું હતી સમગ્ર ઘટના:
ગ્રીષ્મા વેકરીયાના પ્રેમમાં પાગલ ફેનીલ ગોયાણીની 12 ફેબ્રુઆરીના રોજ સુરતના કામરેજના પાસોદરામાં ઘાતકી હત્યા કરવામાં આવી હતી. ત્યારબાદ તેણે હાથમાં નસ કાપીને ઝેરી દવા પી લેવાનું નાટક કરી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ગ્રીષ્માની હત્યાના આરોપી ફેનિલને હોસ્પિટલમાંથી મુક્ત કર્યા બાદ પોલીસે તેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ પર લીધો હતો. રિમાન્ડ પૂર્ણ થતાં તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં ખસેડવામાં આવ્યો હતો. ફેનિલ હાલ લાજપોર જેલમાં બંધ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *