વધુ એક બોર્ડના વિદ્યાર્થીનું નિધન- પરીક્ષા આપવા જાય તે પેહલા જ હાર્ટએટેકથી મોત- પરિવારે દાન કરી દીકરાની આંખો

ગુજરાત(Gujarat): કોરોના(Corona) મહામારીના બે વર્ષ બાદ આ વર્ષે બોર્ડની પરીક્ષા(Board exam)ઓ યોજાઈ છે. ત્યારે ગુજરાત રાજ્યમાં વધુ એક વિદ્યાર્થીના હાર્ટએટેકથી મોત થયાના સમાચાર સામે આવ્યા…

ગુજરાત(Gujarat): કોરોના(Corona) મહામારીના બે વર્ષ બાદ આ વર્ષે બોર્ડની પરીક્ષા(Board exam)ઓ યોજાઈ છે. ત્યારે ગુજરાત રાજ્યમાં વધુ એક વિદ્યાર્થીના હાર્ટએટેકથી મોત થયાના સમાચાર સામે આવ્યા છે. જેમાં નવસારી(Navsari) શહેરના આશા નગર વિસ્તારમાં રહેતા શાહ પરિવારનો 18 વર્ષીય ઉત્સવ શાહ જે વિદ્યાકુંજ સ્કૂલમાં ધોરણ 12 કોમર્સમાં અભ્યાસ કરતો હતો.

ગઈ કાલે તેમનું અગ્રવાલ કોલેજમાં આંકડાશાસ્ત્ર(Statistics)નું પેપર હતું. બપોરે 1 વાગ્યાની આસપાસ તેના પિતાએ છાતીમાં દુ:ખાવાની ફરિયાદ કરતાં તેને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો અને પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો.

નવસારીમાં દર્શન કોમ્પ્યુટર નામની પેઢી ચલાવી રહેલા મનોજ શાહને પરિવારમાં એક પુત્ર અને બે પુત્રી છે. જે પૈકી પુત્ર ઉત્સવનીની તબિયત ગઈકાલે બપોરે લથડી હતી અને ત્યાર પછી સારવાર દરમિયાન તેનું હાર્ટએટેકને કારણે નિધન થતાં પરિવાર સહિત સમગ્ર જૈન સમાજમાં ચકચાર મચી જવા પામી છે.પરિવારે પોતાના વ્હાલસોયા પુત્રના નિધન બાદ તેની આંખોનું દાન કર્યું હતું. ગઈકાલે મોડી સાંજે આશા નગરથી તેના ઘરે સમગ્ર જૈન સમાજ ઘરે એકઠો થઇ ગયો હતો અને ઉત્સવ શાહની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં જૈન અગ્રણીઓ કલેકટર, DDO, DEO, અને શહેરના અગ્રણીઓ સહિત નવસારી વિજલપોર નગરપાલિકાના પ્રમુખ જીગીશ શાહ પણ જોડાયા હતા.

અમદાવાદમાં પણ પરીક્ષા દરમિયાન વિધાર્થીનું થયું હતું અવસાન:
બે દિવસ પહેલા અમદાવાદ શહેરમાં પણ બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીનું જ અવસાન થયેલ ફરીવાર સમગ્ર રાજ્યમાં બોર્ડના વિદ્યાર્થીનું અવસાન થયેલની બીજી ઘટના સામે આવી છે. વિદ્યાર્થીના નિધન બાદ માનસિક તણાવ હતો કે શારિરીક તકલીફ હતી તે અંગે હજુ જાણી શકાયું નથી. આ ઘટનાઓ પરથી હાલમાં વાલીઓએ પણ પરિસ્થિતિ મુજબ વિદ્યાર્થીઓને હૂંફનું વાતાવરણ આપવું તેવી માંગ બનવા પામી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *