બોયફ્રેન્ડ સાથે મજા માણવા હોટેલ પહોંચી ગર્લફ્રેન્ડ- દોઢ કલાક પછી…

મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં એક ખાનગી હોટલના રૂમમાં એક યુવતીની તીક્ષ્ણ હથિયારથી હત્યા કરવામાં આવી હતી. ઘટનાને અંજામ આપી આરોપી નાસી છૂટયો હતો. હોટલના મેનેજરે આ અંગે પોલીસને માહિતી આપી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે યુવતી કોચિંગ માટે ઘરેથી નીકળી હતી. પરંતુ તેના બોયફ્રેન્ડ સાથે તે નાનખેડ વિસ્તારની એક હોટલમાં પહોંચી હતી. પોલીસ હત્યારાની શોધ કરી રહી છે.

હોટલની રૂમમાંથી યુવતીની ડેડબોડી મળી આવતા ઉજ્જૈનના નાનખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સનસનાટી ફેલાઇ હતી. યુવતીનું નામ તનુ પરિહાર તરીકે વર્ણવવામાં આવી રહ્યું છે. જે ઓટોમાં બેસીને હોટલમાં પહોચી હતી. હોટલના સંચાલકનું કહેવું છે કે બંને આરોપી સુભાષ પોરવાલ અને તનુ પરિહાર સાંજ સુધી રોકાશે એમ કહીને ઉજ્જૈનની નટરાજ હોટલમાં એક રૂમ લીધી હતી.

લગભગ 1.30 કલાક બાદ આરોપી સુભાષ બજારમાંથી સમાન લઈ જવાનું બહાનું બનાવીને ત્યાંથી છટકી ગયો હતો. લાંબા સમય પછી, હોટલ મેનેજરને થોડી શંકાઓ ગઈ. તે ઓરડામાં ગયો અને જોયું કે બહારથી દરવાજો બંધ હતો અને મહિલાની લાશ રૂમની અંદરના પલંગ પર પડી હતી.

ગળું કાપી કરી હત્યા
આખા રૂમમાં લોહીના નિશાન દેખાતા હતા. હોટલ મેનેજરે તુરંત પોલીસને જાણ કરી. યુવતીની ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી, હાલમાં પોલીસ આ મામલે ઉંડાણપૂર્વક તપાસ કરી રહી છે. આરોપી હજી ફરાર છે. તેને પકડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. હોટેલમાં સ્થાપિત સીસીટીવી કેમેરા યુવક વિશે જાણવાનો પ્રયાસ કરી રહાયો છે.

પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી હતી
નાનખેડા પોલીસ મથકના ટીઆઈ ઓ.પી. આહિર કહે છે કે નટરાજ લોજના રૂમ નંબર 308 માં એક લાશ મળી આવી હતી, જેની તપાસ હાથ ધરી છે. યુવતીનું નામ તનુ પરિહાર છે, તેણીને તીક્ષ્ણ હથિયારથી હત્યા કરાઈ છે. આઈડીની તપાસ ચાલી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *