નિર્દય પતિએ પત્નીની હત્યા કરી લાશને સૂટકેસમાં ભરી ચાંપી દીધી આગ અને બાળકને લઈને…

27 વર્ષની મહિલાની હત્યાનો મામલો સામે આવ્યો છે. જ્યાં એક વ્યક્તિએ તેની પત્નીની નિર્દયતાથી હત્યા કરી હતી અને તેના મૃતદેહને સૂટકેસમાં મૂકીને એસવીઆરઆર સરકારી હોસ્પિટલના કમ્પાઉન્ડમાં ફેંકી દીધી હતી. આ પછી શબની ઓળખ છુપાવવા માટે સૂટકેસમાં પેટ્રોલ લગાવી આગ લગાવી. સંપૂર્ણ રીતે બળી ગયેલા શરીરને ઓળખવું ખૂબ મુશ્કેલ હતું.

બળી ગયેલી લાશ મળી આવતા હોસ્પિટલમાં હંગામો મચી ગયો હતો અને આ મામલે તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન પોલીસે હોસ્પિટલના તમામ સીસીટીવી ફૂટેજ જોયા હતા. પોલીસે એક વ્યક્તિને જોયો જેના હાથમાં નાનું બાળક હતું અને તે બીજી તરફ મોટી સુટકેસ લઈને જઈ રહ્યો હતો.

હત્યા કર્યા બાદ આરોપીએ લાશને સુટકેસમાં ભરી એસવીઆરઆર સરકારી હોસ્પિટલમાં લઇ ગયો હતો. હોસ્પિટલના સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે, આરોપીના એક હાથમાં નાની છોકરી છે અને બીજી હાથથી મોટી સૂટકેસ ખેંચી રહ્યો છે અને જેમાં ડેડબોડી છે. આ ફૂટેજના આધારે પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હતી અને જે ગાડીમાં આ લાશ લાવ્યો હતો તે કાર ચાલકને પૂછપરછ માટે કસ્ટડીમાં લીધો હતો.

કેબ ડ્રાઈવરની પૂછપરછ અને સીસીટીવી તપાસ બાદ પોલીસે તારણ કાઢી લીધું હતું અને સમજી ગયા હતા કે, આરોપી લાશને ઠેકાણે પાડવા અહિયાં આવ્યો હતો. ત્યારબાર પોલીસે તરત જ આરોપીને પકડવા શોધખોળ શરુ કરી દીધી હતી.

તપાસમાં પોલીસને ખબર પડી કે, મૃતક મહિલાના લગ્ન વર્ષ 2019 માં શ્રીકાંત નામના વ્યક્તિ સાથે થયા હતા અને બંનેને 18 મહિનાની પુત્રી પણ છે. લગ્ન પછી, બંને તિરૂપતિમાં રહેવા લાગ્યા અને કોરોના સમયગાળા દરમિયાન મૃત મહિલાના પતિ શ્રીકાંતએ પોતાની નોકરી ગુમાવી દીધી હતી. જેના કારણે તેનો પતિ ડિપ્રેશનમાં આવી ગયો હતો અને તે નશાની લત લાગી ગઈ હતી અને ઘણી વાર બંને વચ્ચે ઝઘડાઓ થતા હતા.

22 જૂનની રાત્રે પતિ-પત્ની વચ્ચે ફરીથી કોઈ બાબતે ઝઘડો થયો હતો અને શ્રીકાંતે ગુસ્સામાં આવીને પોતાની પત્નીની હત્યા કરી નાખી હતી. આ પછી, એક કેબને મૃતદેહને લઇ જવા માટે બોલાવવામાં આવી હતી અને તેને એસવીઆરઆર સરકારી હોસ્પિટલના કમ્પાઉન્ડમાં ફેંકી દીધી હતી અને સુટકેસ પર પેટ્રોલ છાંટીને આગ ચાંપી દીધી હતી.

પોલીસે જણાવ્યું કે, આરોપીએ તેના પરિવારને જણાવ્યું હતું કે તેની પત્નીને ડેલ્ટા પ્લસ વેરિએન્ટમાં ચેપ લાગ્યો હતો જેના કારણે તેણીનું મોત નીપજ્યું હતું અને તેના અંતિમ સંસ્કાર પણ હોસ્પિટલ દ્વારા કરવામાં આવ્યા હતા. આરોપીઓને પકડવા માટે એક ટીમ બનાવવામાં આવી છે અને શોધખોળ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *