બેજુબાન નિર્દોષ શ્વાનને લાકડી મારી મારી મોતને ઘાટ ઉતારી દીધું- વિડીયો જોઇને હ્રદય કંપી ઉઠશે

દિલ્હીના ઓખલા ઓદ્યોગિક વિસ્તારમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે, જ્યાં કૂતરાને લાકડી વડે માર મારવામાં આવ્યો. કોઈએ આ ઘટનાનો વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર મુક્યો છે. વીડિયો વાયરલ થતાની સાથે જ પોલીસેઘટનાને ધ્યાનમાં લઇને ફરિયાદ નોંધી હતી. પોલીસે cctv ફૂટેજના આધારે બંને આરોપીની ધરપકડ કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, એક આરોપી સગીર છે. પોલીસ મૃત કૂતરાનું પોસ્ટમોર્ટમ કરશે, લાશને હોસ્પિટલમાં રાખવામાં આવી છે.

હકીકતમાં, ગાઝિયાબાદમાં રહેતા ગૌરવ ગુપ્તાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે, એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક કૂતરાને લાકડી વડે માર માર્યો હતો. આ કેસમાં ‘પીપલ્સ ફોર એનિમલ્સ’ નામની સંસ્થા દ્વારા ફરિયાદ નોંધાઈ હતી, ત્યારબાદ એફઆઈઆર નોંધીને તપાસ કરવામાં આવી હતી.

આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, બે છોકરાઓ કૂતરાને લાકડીઓ વડે માર મારતા હતા. ગંભીર રીતે ઘાયલ થયા પછી કૂતરાનું મોત થઇ જાય છે. કૂતરો પહેલા થોડી વાર અવાજ કરી રહ્યો હતો અને પછીથી શાંત થઈ ગયો.

પોલીસે અનેક કલમોમાં એફઆઈઆર નોંધીને આરોપીની ધરપકડ કરી હતી. આરોપીના કહેવા પર અન્ય આરોપી જલવિંદર ઉર્ફે ભોલાની પણ ધરપકડ કરવામાં આવી હતી. આરોપીએ વિચાર્યું કે, કૂતરો પાગલ થઈ ગયો છે, ત્યારબાદ તેઓએ તેને માર માર્યો હતો.

ઓખલા પોલીસ મથકે સગીર સહીત બંને આરોપીની ધરપકડ કરી છે. જિલ્લા ડીસીપીએ જણાવ્યું હતું કે, “આરોપીની ઓળખ જયવિંદર ઉર્ફે ભોલા ઉર્ફે લાલા (23) તરીકે થઈ છે. તેની ધરપકડ કરવામાં આવી છે.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *