ક્રાઈમ સીટી સુરતમાં વધુ એક હત્યા- જાણો શું રહ્યું આ યુવાનના મર્ડરનું કારણ

સુરતમાં હાલમાં જ નવા કમિશનરની નિમણૂક થઈ છે. એવામાં ડીંડોલી પાંજરાપોળ પાસે આવેલા આવાસ પાસે ઇમરાન નામના માથાભારે યુવકની ચપ્પુના ઘા ઝીંકીને હત્યા કરી નાખવામાં આવી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કોઈ જૂની અદાવતમાં અજાણ્યા વ્યક્તિઓ એ ઇમરાન ઉર્ફે ઇમરાન બુઢવને પતાવી નાખ્યો છે.

ઇમરાન પર ચાકુ વડે જીવલેણ હુમલો કરી અજાણ્યા વ્યક્તિઓ નાસી છૂટયા હતા. ત્યારબાદ ઇમરાનને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

ઘટનાની જાણકારી મળતા જ ડિંડોલી પોલીસ મથકના પીઆઇ અને ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. સુરતના નવા કમિશનરની એન્ટ્રી સાથે પ્રથમ હત્યાનો બનાવ બનતાં ડિંડોલી પોલીસ પર તપાસનો ભારે દબાણ બની રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *