સુરતનો આંખ ઉઘડતો કિસ્સો- વહુને સાસુએ પિયર ન જવા દીધી તો, સાસુ માં ને જ પહોચાડી દીધી યમલોક

સુરત(ગુજરાત): આજકાલ વધી રહેલા હત્યાના બનાવો દરમિયાન ફરીવાર એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં સુરત(surat)ના વરાછા(Varachha)માં એક વૃદ્ધ મહિલાની તેની જ પુત્રવધુ દ્વારા હત્યા(Murder)…

સુરત(ગુજરાત): આજકાલ વધી રહેલા હત્યાના બનાવો દરમિયાન ફરીવાર એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં સુરત(surat)ના વરાછા(Varachha)માં એક વૃદ્ધ મહિલાની તેની જ પુત્રવધુ દ્વારા હત્યા(Murder) કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી મુજબ, સંદીપ સરવૈયા નામનો 23 વર્ષનો યુવક તેના પરિવાર સાથે વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ પરિમલ સોસાયટીમાં રહેતો હતો. તે રાત્રીના સમયે હીરાની ફેકટરીમાં કામ કરવા જાય છે. ચાર વર્ષ પહેલા સંદીપના લગ્ન દીપિકા નામની યુવતી સાથે થયા હતા.

જયારે સંદીપ કામાર્થે ગયો હતો ત્યારે દીપિકા અને તેનો સાળો આસામ જવા માટે નીકળતા હતા. તે દરમિયાન, તેની માતા જાગી જતા દીપિકા અને તેનો ભાઈ દીપક વચ્ચે ઝગડો થયો હતો. ત્યારે બંનેએ મળીને વિમળાબેનના હાથ અને પગ બાંધી દીધા હતા અને ગળે ટૂંપો આપી તેમનું મોત નીપજાવ્યું હતું.

પત્ની અને સાળાને ગામ ન જવા દેતા સાસુની હત્યા કરી હોવાની ફરિયાદ સંદીપે વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. બાદમાં પોલીસ દ્વારા હત્યાનો ગુનો નોંધી મૃતકની પુત્રવધુ અને તેના ભાઈની અટકાયત કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *