પૈસા ન આપ્યા તો દેવરે ભાભીના બેડરૂમમાં જઈને કર્યું એવું કે, શર્મસાર થઇ માનવતા

છત્તીસગઢના અંબિકાપુર શહેરમાંથી એક હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી છે કે, જ્યાં એક યુવકે તેની ભાભીને કુહાડીના ઘા મારી હત્યા કરી હતી. એવું જણાવવામાં આવી રહ્યું છે કે, બુધવારે રાત્રે દેવર તેની ભાભી પાસેથી પૈસા માંગી રહ્યો હતો. ના પાડવા છતાં ભાઇ-ભાભીનાં રૂમમાં મોડી રાત્રે પ્રવેશ્યો અને બળજબરીથી બેગમાં રાખેલા પૈસા ઉપાડવા લાગ્યા.ભાભીએ ચોરી પકડી અને આ મામલો આગળ વધતો જોઈ દેવરે ઘરમાં રાખેલી કુહાડી વડે ભાભી પર હુમલો કર્યો હતો.

ભાભીની કુહાડી વડે કાપીને હત્યા કરી:
આ ઘટના દરમિયાન મહિલાનો પતિ રૂમમાં હતો, નશાને કારણે તેને આ હત્યા વિશે પણ ખબર નહોતી. પોલીસે કલમ 302 હેઠળ ગુનો નોંધીને આરોપીની શોધખોળ શરૂ કરી છે. પોલીસે મૃતદેહને કબજામાં લઇ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. ઘટના દરમિયાન મૃતક મહિલાના 10 વર્ષના ભત્રીજાએ આ ઘટના જોઈ અને ભયથી ઓરડામાં છુપાઈ ગયો હતો.

પૈસા ન આપવા બદલ ભાભીની હત્યા કરી:
પોલીસનું કહેવું છે કે, મૃતક મહિલાના દેવરે તેની ભાભીને ઘરમાં પૈસા રાખતા જોયા હતા. પછી તેણે પૈસા માંગવાનું શરૂ કર્યું. આના પર મહિલાએ તેને જરૂરી કામ હોવાનું જણાવીને પૈસા આપવાની ના પાડી દીધી હતી પરંતુ બપોરે 2 વાગ્યાની આસપાસ આરોપી મહિલાના રૂમમાં ઘૂસી ગયો અને પૈસા ઉપાડવા લાગ્યો.

પોલીસ આરોપીને શોધી રહી છે:
આ દરમિયાન, દેવર ભાભીમાં ઝઘડો થયો, તેણે તેની ભાભીના માથા અને શરીરના ઘણા ભાગોને ઘરમાં રાખેલી કુહાડીથી માર્યા. જેના કારણે મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *