‘તારે જેને બોલાવવા હોય તેને બોલાવી લે’ કહીને છરીના ઘા ઝીંકી યુવાનની હત્યા- જાણો ક્યાંની છે ઘટના

રાજકોટ જિલ્લાના વિંછીયામાં એક યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં હોબાળો મચી ગઇ છે. એક યુવાન આઇસર લઇને જઇ રહ્યો હતો. ત્યારે તેનું આઇસર વીજ થાંભલા સાથે અથડાયું હતું. તેની નજીક આવેલા મેડીકલના માલિકે યુવક સાથે માથાકુટ કરી હતી. ઝઘડો એટલો ગંભરી બની ગયો હતો કે, છરી અને પાઇપ વડે હુમલો કરી યુવકની હત્યા કરવામાં આવી હતી. આ અંગે વિંછીયા પોલીસે 3 આરોપી સામે હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડ કરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર, વિંછીયાના ગુંદાળા ગામે રહેતો પ્રકાશ બુધ્ધાભાઇ કટેશીયા અને મહેશ વિનુભાઇ રોજાસરા જેઓ આઇસરનું ડ્રાઇવીંગ કરે છે. ગઇકાલે આ બંને આઇસરમાં ઘઉં ભરી વિંછીયાની એક શેરીમાં ખાલી કરવા જતા હતા ત્યારે રાત્રે લગભગ 12 વાગ્યાની આસપાસ આઇસર મારૂતિ મેડીકલ પાસે વીજ થાંભલા સાથે અથડાતા થાંભલો પડી ગયો હતો. જેથી મારૂતિ મેડીકલવાળા રાજુભાઇ દોડીને બહાર આવ્યા હતા અને આઇસર ડ્રાઈવરને મહેશભાઇ અને પ્રકાશ સાથે માથાકુટ થઇ ગઈ હતા.

રાજુભાઇએ પ્રકાશને કહ્યું હતું કે ‘તારે જેને બોલાવવા હોય તેને બોલાવી લે, હું થોડીવારમાં પાછો આવું છું. એમ કહી ત્યાંથી રાજુભાઈ જતો રહ્યો હતો. ત્યારે મહેશભાઇએ આઇસરના માલિક તેમના મોટા બાપુજીના દિકરા રાકેશ રોજાસરાને ફોન પર ઘટનાની જાણ થતા જ પ્રકાશ અને મહેશ બંને મોટર સાયકલમાં વિંછીયાની સત્યજીત સોસાયટીમાં રાજુભાઇના ઘરે તેમને સમજાવવા પહોંચી ગયા હતા જયાં રાજુભાઇ સાથે તેનો દિકરો જયદીપ રાજુ નિમ્બાર્ક અને વિજય મનુભાઇ નિમ્બાર્ક પણ હતા.

મહેશ અને પ્રકાશ રાજુભાઇને સમજાવી રહ્યા હતા ત્યાં જ જયદીપ લોખંડનો પાઇપ લઇ ઘરની બહાર નીકળ્યો અને મહેશ તથા પ્રકાશને બેફામ માર મારવા લાગ્યો હતો. પછી રાજુભાઇના ભાઇનો દિકરો વિજય ઘરમાંથી બહાર નીકળીને પ્રકાશને પકડી રાખ્યો હતો અને રાજુભાઇએ પ્રકાશના પેટમાં છરીના ઘા ઝીંકયા હતા. તે જોઈને મહેશભાઇએ રાડારાડી કરતા 3 આરોપી ત્યાંથી ભાગી ગયા હતા. મહેશનો પિતરાઇ ભાઇ રાકેશ રોજાસરા ત્યાં આવી પહોંચ્યો હતો અને લોહી લુહાણ હાલતમાં પ્રકાશને જોઇને તેને વિંછીયા સરકારી દવાખામાં સારવાર માટે ખસેડયો હતો. જ્યાં ડોકટરોઓએ તેને મૃત જાહેર કર્યો હતો.

ઘટનાની જાણ મૃતકના ભાઇ સુનિલને થતા તેઓ હોસ્પિટલ આવ્યા હતા અને આરોપી રાજુ તેનો દિકરો જયદિપ અને તેના ભાઇના દિકરા વિજય વિરુદ્ધ ફરીયાદ નોંધવા વિંછીયા પોલીસ સ્ટેશન ગયા હતા. પોલીસે IPCની કલમ 302, 323, 504, 114, જીપી એકટ 37(1), 135 મુજબ ગુનો દાખલ કરી આરોપીઓને ધડપકડ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *