દેશમાં સાંપ્રદાયિક સૌહાર્દનું ઉદાહરણ સ્થાપિત કરતા બિહાર(Bihar)ના એક મુસ્લિમ પરિવારે પૂર્વ ચંપારણ(Champaran) જિલ્લાના કેસરિયા(Kesaria) વિસ્તારમાં વિશ્વનું સૌથી મોટું હિન્દુ મંદિર(largest Hindu temple in the world) વિરાટ રામાયણ મંદિર(Virat Ramayana Temple)નું નિર્માણ કર્યું છે. 2.5 કરોડ રૂપિયાની જમીન દાનમાં આપી છે.
મુસ્લિમ પરિવારે મંદિર માટે જમીન દાનમાં આપી હતી:
પટના સ્થિત મહાવીર મંદિર ટ્રસ્ટના વડા આચાર્ય કિશોર કુણાલે સોમવારે જણાવ્યું હતું કે આ જમીન ગુવાહાટીમાં રહેતા પૂર્વ ચંપારણના વેપારી ઈશ્તિયાક અહેમદ ખાને દાનમાં આપી હતી. ભૂતપૂર્વ IPS અધિકારી કુણાલે કહ્યું, “તેમણે તાજેતરમાં પૂર્વ ચંપારણના કેસરિયા સબ-ડિવિઝનના રજિસ્ટ્રાર ઑફિસમાં મંદિરના નિર્માણ માટે તેમના પરિવારની જમીનના દાનને લગતી તમામ ઔપચારિકતાઓ પૂર્ણ કરી છે.”
બે સમુદાયો વચ્ચે સામાજિક સંવાદિતાનું ઉદાહરણ:
આચાર્ય કિશોર કુણાલે કહ્યું કે, ઈશ્તિયાક અહેમદ ખાન અને તેમના પરિવારનું આ દાન બે સમુદાયો વચ્ચે સામાજિક સમરસતા અને ભાઈચારાનું ઉત્તમ ઉદાહરણ છે. તેમણે કહ્યું કે મુસ્લિમોની મદદ વિના આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટને સાકાર કરવો મુશ્કેલ હોત.
મંદિરના નિર્માણ માટે 125 એકર જમીન મળી છે:
તેમણે કહ્યું કે આ મંદિરના નિર્માણ માટે અત્યાર સુધીમાં મહાવીર મંદિર ટ્રસ્ટને 125 એકર જમીન મળી છે. ટ્રસ્ટને ટૂંક સમયમાં આ વિસ્તારમાં વધુ 25 એકર જમીન મળશે.
વિરાટ રામાયણ મંદિર કંબોડિયામાં 12મી સદીના વિશ્વ પ્રસિદ્ધ અંગકોર વાટ સંકુલ કરતાં પણ ઊંચું હોવાનું કહેવાય છે, જે 215 ફૂટ ઊંચું છે. પૂર્વ ચંપારણના સંકુલમાં ઊંચા શિખરો સાથે 18 મંદિરો હશે અને તેના શિવ મંદિરમાં વિશ્વનું સૌથી મોટું શિવલિંગ હશે. બાંધકામનો કુલ ખર્ચ અંદાજે રૂ. 500 કરોડ જેટલો થવાનો અંદાજ છે. ટ્રસ્ટ ટૂંક સમયમાં નવી દિલ્હીમાં સંસદની નવી ઇમારતના નિર્માણમાં રોકાયેલા નિષ્ણાતોની સલાહ લેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.