હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. આવાં સમયમાં આનંદનાં સમાચાર તો એ છે, કે 5 ઓગસ્ટનાં રોજ અયોધ્યામાં શ્રીરામ મંદિરનાં ભૂમિ પૂજનની સાથે જ શ્રીરામ મંદિરનાં નિર્માણ કાર્યનું સમગ્ર દેશવાસીઓનું સ્વપ્ન સાકાર થવા માટે જઇ રહ્યું છે. આ ઉત્સવમાં સમગ્ર દેશનાં લોકો સામેલ પણ થયાં છે.
ધર્મની નગરી એવી વારાણસીમાં પણ શ્રીરામનાં ભક્ત જુદી-જુદી રીતે આ દિવસને યાદગાર બનાવવા માતે પણ જોડાયા છે. આ દરમિયાન એક રામભક્ત મુસ્લિમ યુવતીએ પણ એક મિસાલ રજૂ કરી છે. આ યુવતીએ એકતાની મિલાસ રજૂ કરતાં પોતાનાં હાથમાં હ ‘શ્રીરામ’ નામનું એવું પર્મનન્ટ ટેટૂ બનાવડાવ્યું છે.
વારાણસીમાં પણ શ્રીરામની ભક્તિ ચરમસીમા પર છે. એનો અંદાજો આ વાતથી જ લગાવી શકાય છે, કે સિગરા વિસ્તારમાં સ્થિત એક ટેટૂ શોપમાં એક મુસ્લિમ યુવતી આવી પહોંચી હતી. જ્યાં તેણે પોતાના હાથ પર જ ‘શ્રીરામ’નાં નામનું pr ટેટૂ પર્મનન્ટ બનાવડાવ્યું છે. આ યુવતીનું નામ ઈક્રા ખાન જાણવામાં આવી રહ્યું છે.
આ યુવતી PM નરેન્દ્ર મોદીની ખુબ જ પ્રશંસક છે. ઈક્રાનું જણાવવું છે કે, એનું સ્વપ્ન હતું, કે શ્રીરામ મંદિરનું નિર્માણ કાર્ય થાય, આની રાહ તે ઘણાં લાંબા સમયથી જ જોઇ રહી હતી. આ પર્મનન્ટ ટેટૂ તેણે એ કારણે બનાવડાવ્યું છે, કે કારણ કે લોકો સુધી એ સંદેશો પહોંચે કે હિંદુ- મુસ્લિમની એકતા આજે પણ જળવાઇ જ રહી છે.
મુસ્લિમ યુવતીનો આવો જોશ જોઇને દુકાનદારે પણ શ્રીરામની ભક્તિમાં પોતાના ફાળો આપ્યો હતો તેમજ ‘શ્રીરામ’ નામનું આ ટેટૂ પણ ફ્રી માં જ કરી દીધું હતું. દુકાનદાર અશોક ગોગિયાનું માનવું છે કે, સનાતન ધર્મમાં ભરોસો રાખનાર લોકોની માટે તો આ સૌથી મોટો તહેવાર જ છે.
એવામાં મેં પણ મારી ભક્તિને સમર્પિત કરી છે. શ્રીરામ નામનું આ ટેટૂ બનાવડાવવાની આ ઓફરને 5 ઓગસ્ટ સુધી સીમિત રાખવામાં આવશે. જે પણ શ્રીરામ ભક્ત અહીં આવશે. એમને ‘શ્રીરામ’ નામનું ટેટૂ ફ્રી માં જ પાડી આપવામાં આવશે. એ પછી ભલે અસ્થાયી ટેટૂ હોય કે પછી સ્થાયી. શ્રીરામ ભક્તિની આ એક અનોખી પહેલ છે.
શ્રીરામ મંદિરનું નિર્માણ પણ ઘણાં લાંબા સમય બાદ થવા માટે જઇ રહ્યું છે. એવા સમયમાં આ મુસ્લિમ યુવતીનો આ ફાળો પરસ્પર ભાઈચારાની માટે એક મોટો સંદેશ જ છે.આપને જણાવી દઇએ કે, 5 ઓગસ્ટનાં રોજ શ્રીરામ જન્મભૂમિ મંદિરની માટે જે ભૂમિ પૂજન થવાનું છે. આ ભૂમિ પૂજનને માટે અયોધ્યામાં ખુબ જ જબરદસ્ત તૈયારીઓ હાલમાં ચાલી રહી છે.
આ આયોજન એવા સમયે થઇ રહ્યું છે, કે જ્યારે દેશમાં કોરોના વાયરસની સ્થિતિ અત્યાર સુધીનાં સૌથી વધુ ખરાબ સ્તર પર પહોંચી ગઇ છે. મંદિરનાં આધાર તરીકે ઈંટ પણ PM નરેન્દ્ર મોદી પોતે જ નાખવાના છે. આ કાર્યક્રમમાં PM નરેન્દ્ર મોદીની સહિત કુલ 200 લોકો પણ સામેલ થવાનાં છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP