હાલમાં એક સમાચાર સામે આવી રહ્યાં છે. બેંગલુરૂમાં આવેલ હનુમાન મંદિરનાં વિસ્તારમાં વધારો કરવાં માટે એક મુસ્લિમ બિઝનેસમેન પોતાની કુલ 1,634 સ્કેવર ફૂટ જમીન દાનમાં આપી છે. આ જમીનની કિંમત કુલ 80 લાખ રૂપિયાથી લઈને 1 કરોડ સુધીની આંકવામાં આવી રહી છે ત્યારે એક મુસ્લિમ બિઝનેસમેનના આ કામને લઈ ચારેયબાજૂ એમની પ્રશંસા થઈ રહી છે.
ટ્રાંસપોર્ટનો બિઝનેસ કરતા MMG બાશાએ જ્યારે જોયુ કે, તેમની 3 એકર જમીન પાસે હનુમાન મંદિર આવેલ છે. આ મંદિરમાં ભક્તોની સંખ્યા સતત વધતી જતી હતી. જેને લીધે ત્યાં મુશ્કેલીઓ આવતી હતી. જેને લઈ ટ્રસ્ટ દ્વારા મંદિરનાં વિસ્તારમાં વધારો કરવાનો વિચાર રજુ કરવામાં આવ્યો હતો.
જો કે, ફંડના અભાવને લીધે આ સંભવ ન હતું. આવા સમયમાં બાશાએ મંદિર ટ્રસ્ટને કહ્યું કે, તે પોતાની જમીન દાનમાં આપવા માંગે છે. કારણ કે, જમીન હાઈવેની નજીક છે, તેથી તેની કિંમત ખૂબ વધારે આવશે. જો કે, મંદિર ટ્રસ્ટે માત્ર 1,089 સ્કેવર ફૂટ જમીનની જ માંગ કરી હતી પરંતુ બાશાએ પોતાના પરિવારના લોકો સાથે વાતચીત કર્યા પછી કુલ 1,634 સ્કેવર ફૂટ જમીન દાનમાં આપી દીધી હતી.
આ જમીનની કિંમત અંદાજે 1 કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે. તેમણે એકપણ રૂપિયો લીધા વગર આ જમીન મંદિરને દાનમાં આપી દીધી હતી. આ વાતને લઈ ટ્રસ્ટે પણ એક બેનર લગાવી બાશા તેમજ એમના પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો. બાશા કહે છે કે, હિન્દુ તથા મુસ્લિમ ખુબ લાંબા સમયથી એકસાથે રહેતા આવે છે. આજના સમયમાં વિભાજનકારી ચર્ચાઓ ખૂબ થાય છે. જો આપણે પ્રગતિ કરવા માંગીએ છીએ તો, દેશમાં એકતાની જરૂર છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle