પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં એક મોલવી એ સાર્વજનિક જગ્યાએ આ વાત કબૂલ કરી લીધી છે કે તે હિન્દુ છોકરીઓને મુસ્લિમ બનાવવાના મિશન પર હતા અને આગળ પણ પોતાનું કામ આ જ રહેશે. એક હિન્દી દૈનિક અખબારે સિંધ પ્રાંતમાં હિંદુઓ માટે દુશ્મન બનેલા આ મોલવી અબ્દુલ ખાલિક મીથા સાથે વાત કરી જેમાં મીથા કહી રહ્યો હતો કે હું દાવા સાથે કહું છું કે મારે 9 છોકરા છે, તે તમામ ભવિષ્યમાં આ જ કામ કરશે મારા પૂર્વજોએ પણ આ જ કામ કર્યું હતું.
ખાસ વાત એ છે કે મોરબી આ નિવેદન એવા સમયે આપી રહ્યો છે જ્યારે પાકિસ્તાની પ્રધાનમંત્રી પોતાના પ્રથમ અમેરિકા પ્રવાસ એ પહોંચ્યા છે. આ દરમિયાન લગભગ દસ અમેરિકી સાંસદોએ રાષ્ટ્રપતિ ટ્રમ્પ ને લેટર લખીને કહ્યું છે કે પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં હિંદુ છોકરીઓનું અપહરણ કરીને જબરજસ્તીથી ધર્માંતરણ કરવામાં આવે છે અને આ મુદ્દે ટ્રમ્પે પ્રધાનમંત્રી ઇમરાન ખાન સાથે સીધી વાત કરવી જોઇએ.
પાકિસ્તાનના માનવ અધિકાર આયોગ ના હાલના જ એક રિપોર્ટમાં મીથાનો આ દાવો સાચો હોય તેવું લાગી રહ્યું છે. રિપોર્ટ કહે છે કે વર્ષ 2018 માં માત્ર સિંધ પ્રાંતમાં જ અલ્પસંખ્યકોં કે જે પાકિસ્તાનમાં હિન્દુઓ છે. તેમના ધર્માંતરણ ના એક હજારથી વધુ મામલાઓ બહાર આવ્યા છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, ધર્માંતરણનો સૌથી મોટુ કેન્દ્ર ભરચૂંદી દરગાહ કે જે સિંધ પ્રાંતમાં જ આવેલી છે. જેને ઈમરાન ખાનનો નજીકનો મનાતો મોલવી મીથા જ ચલાવી રહ્યો છે. સ્થાનિક સામાજિક કાર્યકર્તાઓ ના કહેવા અનુસાર એક વર્ષની અંદર મીથા ની ભરચૂંદી દરગાહમાં રેકોર્ડ 450થી વધુ હિંદુ છોકરીઓ ધર્માંતરણ કર્યું છે.
દૈનિક અખબાર એ જ્યારે મીઠા સાથે વાત કરે ત્યારે દાવો કરવામાં આવ્યો કે, હા અમે હિન્દુ છોકરીઓનું ધર્માંતરણ કરવા માટે દરગાહમાં વ્યવસ્થા કરેલી છે. પરંતુ અમે દરગાહમાં લઈ જવા માટે છોકરીઓ પાસે કોઈ ટીમ મોકલતા નથી. તેઓ પોતાની મરજીથી જ અહીંયા આવે છે અને હું તેઓ માટે નિકાહ(લગ્ન) ની વ્યવસ્થા કરું છું. મારા પૂર્વજો પણ હિન્દુઓને ધર્માંતરણ કરીને મુસ્લિમ ધર્મ અંગીકાર કરાવ્યો છે. હાલમાં પણ હું આ જ મિશનને આગળ વધારી રહ્યો છું. અને મારા મૃત્યુ બાદ પણ મારા છોકરાઓ આ કામને આગળ વધારશે..
મોલવી અબ્દુલ ખાલીખમ મીઠા એ ભારત માં કથિત ઘરવાપસી ના પ્રોગ્રામ માટે કહ્યું કે, ભારતમાં ઘરવાપસી માટેનો કાર્યક્રમ એટલા માટે ધીમો કરી દેવામાં આવ્યો છે કે અમે અહીંયા કોઈ હિન્દુ છોકરીઓ અને જબરદસ્તી કરતા નથી. ભારતમાં ઘરવાપસી નો કાર્યક્રમ પાકિસ્તાન અને મુસ્લિમ ધર્મ ને નીચો દેખાડવા માટેનો હતો.