પાકિસ્તાનમાં રમજાન પર્વે મુસ્લિમ મહિલાએ ભગવાન શ્રીકૃષ્ણ માટે ગયું અદ્ભુત ભજન- હૃદયને સ્પર્શી જશે આ વિડીયો

Muslim Woman Sings Kanhaiya: ઈન્ટરનેટની આ દુનિયામાં સોશિયલ મીડિયા(Social media) પર અવારનવાર અનેક વિડીયો વાયરલ(Viral video) થતા રહેતા હોય છે, જેમાં ઘણા વિડીયો એવા પણ હોય જે આપણા હૃદયને સ્પર્શી જાય છે અને આપણા મોઢા પર ખુશી લાવી દે છે. ત્યારે આવો જ એક વિડિયો આ દિવસોમાં ટ્વિટર પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક મુસ્લિમ મહિલા રમઝાનની પૂર્વ સંધ્યાએ ભગવાન કૃષ્ણ(Lord Krishna) માટે પ્રખ્યાત કવ્વાલી ‘કન્હૈયા, યાદ હૈ કુછ ભી હમારી’ ગાતી જોવા મળે છે. હાલમાં આ વિડીયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો પણ તેના ખૂબ જ વખાણ કરી રહ્યા છે.

આ વિડીયો થોડા દિવસો પહેલા વજીહા અતહર નકવી દ્વારા ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવી હતી. આ વિડિઓ કોઈ ધર્મને લઈને નથી જોવામાં આવી રહ્યો, પણ એક માનવતાને લઈને જોવામાં આવી રહ્યો છે. વીડિયો શેર કરતા વજીહાએ લખ્યું, “રમઝાનની પૂર્વ સંધ્યાએ – નવાબ સાદિક જંગ બહાદુર હિલમના પ્રખ્યાત કલામ ‘કન્હૈયા’નું ગીત ગાયને કરીને ખૂબ જ આનંદ થયો.” સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ રહેલા આ વિડીયોમાં વજીહા અતહર નકવી સોફા પર બેસીને કવ્વાલી કન્હૈયા, યાદ હૈ કુછ ભી હમારી સુંદર રીતે ગાતી જોવા મળે છે.

જો વાત કરવામાં આવે તો આ વિડીયો 23 માર્ચના રોજ શેર કરવામાં આવ્યો હતો, ત્યારથી અત્યાર સુધી તેને લગભગ અનેક લોકોએ જોઈ લીધો છે. સાથે જ આ વિડીયોને હજારો લાઈક્સ અને કોમેન્ટ્સ મળી છે. જેમાં સતત વધારો જ થઇ રહ્યો છે. આ વિડીયોને જોઇને લોકો ખુબ જ વખાણ કરી રહ્યા છે.

એક વ્યક્તિએ લખ્યું છે કે, તમે કેટલા નસીબદાર છો. અન્ય એક વ્યક્તિએ લખ્યું છે કે, “પ્રખ્યાત કવ્વાલ ભાઈઓ ફરીદ અયાઝ અને અબુ મુહમ્મદ દ્વારા ‘કન્હૈયા’ ની પ્રસ્તુતિ મારા ફેવરિટમાંનું એક છે. તમને આ ગાતા સાંભળીને ખૂબ આનંદ થયો. જયારે અન્ય એક વ્યક્તિએ કમેન્ટ કરી, સવારે આ સાંભળવાથી દિલ અને દિમાગને શાંતિ મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *