સુરત(Surat): પ્રેમીઓના પાગલ થવાનો ટ્રેન્ડ ગુજરાતમાં શરૂ થયો હોય તેવું લાગી રહ્યું છે. ગર્લફ્રેન્ડની પાછળ પાગલ થઈ રહ્યા છે યુવાનો, ત્યારે હવે ગુનાખોરી પર આવી ગયા છે. સુરતમાંથી વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. રાપર(Rapar)ના એક વિસ્તારમાં એક 30 વર્ષીય વિધર્મી પ્રેમી બળજબરીથી વિદ્યાર્થીનીના ક્લાસમાં ગયો અને તેનો જન્મદિવસ(Birthday) ઉજવ્યો. આટલું જ નહીં તેણે યુવતીનો હાથ પકડીને સેલ્ફી પણ લીધી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, રાપર વિસ્તારની સલારી નાકા પ્રાથમિક શાળામાં સગીરા છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરે છે. એક વિધર્મી યુવાન ઘણા સમયથી તેની પાછળ પડ્યો હતો. ત્યારે સગીરાના જન્મદિવસે આંધળા બનેલા પ્રેમી યુવકે હદ વટાવી દીધી. સગીરાની શાળામાં યુવક બળજબરીથી ઘુસ્યો હતો. જે બાદ તેણે સગીરાને આઈ લવ યુ લખેલી ગિફ્ટ આપી હતી. સગીરાએ લેવાની ના પાડી. તેમ છતાં યુવક માન્યો ન હતો. તેણે પરાણે ગિફ્ટસ ગીરાને પકડાવી દીધી.
માત્ર યુવક અહીંથી ન અટક્યો. તેણે તમામ વિદ્યાર્થીઓની હાજરીમાં સગીરાનો હાથ પકડીને બળજબરીથી સેલ્ફી લીધી અને તેને ચોકલેટ ખવડાવી. આ સમયે શિક્ષક પણ વર્ગમાં હાજર હતા. ત્યારબાદ ગભરાયેલી સગીરા ઘરે ગઈ અને તેના માતા-પિતાને તમામ વાત કહી હતી.
જો કે આ સમાચાર સામે આવતા જ શાળા સંચાલકોમાં દોડધામ મચી ગઈ હતી. પ્રેમિની આ હરકતો સ્કૂલના CCTVમાં પણ કેદ થઈ ગઈ હતી. જેમાં ભીનું સંકેલવાની કોશિશ કરવામાં આવી હતી. વિધર્મી યુવકે સગીરાના ઘરે જઈને તેના માતા-પિતાની આ ઘટના અંગે માફી માંગી હોવાનું પણ જાણવા મળ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.