મહાકુંભમાં હિન્દુ મુસ્લિમ એકતા: મુસ્લામનોએ હિન્દુ માટે મસ્જિદોમાં ધાબળાથી લઈ દવા સુધીની કરી વ્યવસ્થા

Mahakumbh Hindu-Muslim Ekta: મહાકુંભ દરમિયાન પ્રયાગરાજમાં ફરી એક વખત હિન્દુ-મુસ્લિમ એકતા જોવા મળી છે. સંગમનગરીમાં આવેલા હિન્દુ શ્રદ્ધાળુઓ સાથે ભાગદોડમાં (Mahakumbh Hindu-Muslim Ekta) જે થયું તેને કોઈ ભુલાવી શકશે નહીં. પરંતુ એક સારી યાદી તેઓ પોતાની સાથે લઈ જઈ રહ્યા  તે છે મુસલમાનો દ્વારા કરવામાં આવેલી હિન્દુ લોકોની મદદ. ભાગદોડ થયા બાદ લોકોને રહેવા જમવાની તકલીફો પડી રહી હતી, ત્યારે મુસ્લિમ સમાજના લોકો મદદ માટે આગળ આવ્યા હતા. તેઓએ મસ્જિદો ખોલી હતી અને ત્યાં આરામ કરવા માટે શ્રદ્ધાળુઓને કહ્યું હતું. ફક્ત એટલું જ નહીં તેમના માટે જમવાની પંગતો પાડી હતી અને ઠંડીથી બચવા માટે ધાબળાઓ પણ આપ્યા હતા.

અલ્હાબાદથી ઘણા એવા વિડિયો અને તસવીરો સામે આવી રહી છે, જે આ વાતની ગવાહી આપે છે કે દેશમાં હિન્દુ મુસ્લિમ ભાઈચારો કેટલો ઊંડો છે. 28-29 જાન્યુઆરીની રાત્રે જ્યારે મોની અમાવસ્યાના દિવસે મહાકુંભમાં ભાગદોડ મચી ગઈ, તો ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવી દીધા હતા. ભાગદોડ બાદ ત્યાનો નજારો ભયાનક હતો. બધા જ લોકો પોતાના સંબંધીજનોને શોધી રહ્યા હતા. કેટલાક લોકો તેઓની લાશ હાથમાં લઈને બેઠા હતા.

 

હિન્દુઓ માટે ખોલી મસ્જિદો
જ્યારે શ્રદ્ધાળુઓ માટે કરવામાં આવેલી વ્યવસ્થા નાકામ રહી, એ સમયે શ્રદ્ધાળુઓને અંદર પ્રવેશવા દેવામાં ન આવતા હતા. જે લોકો જ્યાં પહોંચ્યા હતા ત્યાં જ તેમને રોકી દેવામાં આવ્યા હતા. એવામાં 29 જાન્યુઆરીના રોજ જનસેનગંજ રોડ સહિત 10 થી વધારે વિસ્તારમાં મુસ્લિમોએ મોટું મન રાખી શ્રદ્ધાળુઓ માટે મસ્જિદ, મજાર, દરગાહ અને પોતાના ઘરના દરવાજા ખોલી દીધા હતા.

ખાવા પીવા અને દવાની વ્યવસ્થા કરી
આ મુસ્લિમ બિરાદરોએ લોકોને રહેવાની વ્યવસ્થા કરી. તેમના સુધી ગરમાગરમ ભોજન અને ચા-પાણી પહોંચાડ્યા. તેમને મેડિકલ સહાયની જરૂરિયાત હતી. એટલા માટે તેઓએ દવાની વ્યવસ્થા પણ કરી હતી. 29 જાન્યુઆરીની રાત ભક્તજનોને રોડ પર વિતાવવી પડી હતી. એવામાં પ્રયાગરાજના મુસ્લિમોએ ગંગા યમુનાની જોડીની એક મિસાલ રજૂ કરી હતી. મહાકુંભ ક્ષેત્રથી 10 કિલોમીટર ખુલદાબાદ શાકમાર્કેટ મસ્જિદ, બડા તાજીયા ઇમામવાડા, હિંમત ગંજ દરગાહ અને ચોક મસ્જિદમાં લોકોને રહેવા માટેની વ્યવસ્થા કરી હતી. તેની કેટલીક તસવીરો અને વિડિયો પણ સામે આવ્યા છે.

2500 લોકોને ધાબળા વિતરણ કરવામાં આવ્યું
મુસ્લિમ સમુદાય વિશિષ્ટ ભંડારો લગાવી હિન્દુ શ્રદ્ધાળુઓને જમાડ્યા હતા. જેમને દવાની જરૂરત હતી તેમને દવાઓ પણ આપી હતી. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર મુસલમાન ભાઈઓએ 2500 થી વધારે લોકોને ધાબળા વિતરણ કર્યું હતું, જેથી ઠંડીમાં તેમનું રક્ષણ થાય. એટલું જ નહીં હિન્દુ શ્રદ્ધાળુઓને રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન સુધી મૂકવા પણ ગયા હતા. જેથી તેઓ સહી સલામત રીતે પોતાના ઘરે પહોંચી જાય. હાલમાં પણ મુસ્લિમ બિરાદરો તમામ હિન્દુ ભાઈઓની મદદ કરવા માટે દિવસ રાત મહેનત કરી રહ્યા છે. મુસ્લિમ ભાઈઓએ કહ્યું હતું કે જ્યાં સુધી મહાકુંભ મેળો ચાલશે ત્યાં સુધી અમે હિન્દુ શ્રદ્ધાળુઓની મદદ કરતા રહીશું.