સૌરાષ્ટ્રમાં અહીં આવેલું છે મુરલી મનોહરનું અનોખું મંદિર- ચમત્કારો જાણી તમે હેરાન થઈ જશો

Murali Manohar Mandir: સૌ જાણીએ છીએ કે દરેક ભગવાનની મૂર્તિ ઉગમણી દિશામાં જોવા મળે છે.પણ દ્વારકા અને ડાકોરમાં આવેલા મંદિરમાં ભગવાન શ્રકૃષ્ણની મૂર્તિ પશ્ચિમ મુખે બિરાજમાન છે.ત્યારે આવું જ એક મંદિર સુપેડીમાં શ્રી મુરલી મનોહર મંદિર જોવા મળ્યું છે.જેમાં ભગવાન શ્રી કૃષ્ણ પશ્ચિમ મુખે બિરાજે(Murali Manohar Mandir) છે.અહિંયા આવતા દરેક ભક્તોની તમામ મનોકામના પૂર્ણ થાય છે.

ભક્તોની આસ્થાનું પ્રતિક
સુપેડી ખાતે આવેલા શ્રી મુરલી મનોહર મંદિરની અંદર ભક્તો પોતાની અનેક આસ્થાઓ, શ્રદ્ધાઓ અને વિવિધ માનતાઓ પૂર્ણ કરવા માટે ભગવાન શ્રીકૃષ્ણને વિશેષ માનતા કરે છે. જેમાં પૂજારીના જણાવ્યા પ્રમાણે ભક્તો અહીં સીઝનના ચાલતા ફ્રુટની માનતા કરે છે. સિઝનમાં ચાલતા કોઈપણ ફ્રુટ ભગવાન શ્રીકૃષ્ણને ચડાવે છે. આ મંદિર ખાતે આસપાસના પંથક તેમજ દેશ વિદેશથી ભક્તો પોતાની માનતાઓ પૂર્ણ કરવા માટે આવે છે. ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવે છે અને પોતાની માનતાઓ પૂર્ણ કરે છે.

ભક્તોની અલગ અલગ માનતા
આ મંદિરે આવતા ભક્તો અલગ અલગ માનતા કરે છે. જેમાં કોઈ ભક્તો પોતાની આસ્થા અને શ્રદ્ધા માટે કરેલી માનતા પૂર્ણ કરવા કોઈ દૂર દૂરથી ચાલીને ભગવાન શ્રીકૃષ્ણના મંદિર ખાતે આવે છે. પોતે કરેલી માનતા અને આસ્થા શ્રદ્ધા સાથે પૂર્ણ કરે છે. તો કોઈ ભક્તો ભગવાન શ્રીકૃષ્ણને ધજા ચડાવે છે. ભોજન પ્રસાદીનું પણ અહીંયા ભવ્ય આયોજન કરે છે. પોતે કરેલ માનતાઓ પૂર્ણ કરે છે અને ભગવાન પર અતૂટ શ્રદ્ધા રાખે છે.

શ્રીકૃષ્ણની બાલ્યાવસ્થાઓની મૂર્તિઓ
આ મંદિરની અંદર ભગવાન શ્રીકૃષ્ણની તમામ બાલ્યાવસ્થાઓની વિવિધ મૂર્તિઓ બિરાજમાન છે. સાથે જ ભગવાન શ્રીકૃષ્ણના ગર્ભગૃહની અંદર ભાવિ ભક્તો દર્શન કરી શકે છે. ભગવાન શ્રીકૃષ્ણને કાલાવાલા પણ કરી શકે છે. આ મંદિરમાં મહિલાઓ અહીં સત્સંગ કરે છે. ભગવાનની ભક્તિ અને ભગવાન શ્રીકૃષ્ણને પ્રિય એવા રાસ રમીને ગીત ગાતા-ગાતા ભગવાનની ભક્તિ કરે છે. બાળપણના તેમજ ભગવાન શ્રીકૃષ્ણની અનેક લીલાઓ અને આસ્થાઓના ગુણગાન કરતા તાલીઓના તાલ સાથે રાસ રમતા પણ નજરે પડે છે.

મંદિર હજારો વર્ષ પુરાણું
લોકવાઇકા મુજબ મંદિર હજારો વર્ષ પુરાણું છે. જેમની કોતરણીઓ અદભુત જોવા મળે છે. જેમાં બે ભાઈઓ દ્વારા અહીંયા મંદિર બનાવવામાં આવ્યા છે. જેમાં એક ભગવાન શ્રીકૃષ્ણનું મંદિર અને બીજું ભગવાન શંકરનું મંદિર બનાવવામાં આવ્યું છે, ત્યારે લોકવાયકા મુજબ આ બંને મંદિરો બંને ભાઈઓએ બનાવ્યા છે. બંને ભાઈઓએ જ્યારે મંદિર બનાવ્યા હતા, ત્યારે બંનેના મંદિરના ચાલતા કામ વચ્ચે પડદો રાખવામાં આવ્યો હતો. છતાં પણ એકબીજાના મંદિરની કારીગરી જોયા વગર બંને ભાઈઓના એક જ સરખા અને એક જ સરખી કોતરણીના મંદિર બન્યા હોવાની પણ લોકવાયકા અહીં સાંભળવા મળે છે.

દસ દેવો બિરાજમાન
સુપેડીના મુરલી મનોહર મંદિર ખાતે દસ જેટલા દેવો બિરાજમાન છે. જેમાં આ તમામ દેવ સ્થાનો પર રોજ ધજાઓ ભાવિ ભક્તો અને શ્રદ્ધાળુઓ દ્વારા ચઢાવવામાં આવે છે. સાથે જ આ મંદિરમાં તેમજ આસપાસના વિસ્તારના કોઈ પણ ભૂખ્યા કે ગરીબ લોકો ભૂખ્યા ન જાય કે ભૂખ્યા પસાર ન થાય તે માટે વિશેષ અન્નક્ષેત્ર પણ ચલાવવામાં આવે છે.

આ મંદિરની લોકવાઇકા મુજબ મંદિર હજારો વર્ષ જુનુ છે… જેમની કોતરણીઓ પણ અદભુત છે.બે ભાઈઓ દ્વારા અહીંયા મંદિર બનાવવામાં આવ્યા છે જેમાં એક ભગવાન શ્રીકૃષ્ણનું મંદિર અને બીજું ભગવાન શંકરનું મંદિર બનાવવામાં આવ્યું છે ત્યારે લોકવાયકા મુજબ આ બંને મંદિરો બંને ભાઈઓએ બનાવ્યા છે અને બંને ભાઈઓએ જ્યારે મંદિર બનાવ્યા હતા ત્યારે બંનેના મંદિરના ચાલતા કામ વચ્ચે પડદો રાખવામાં આવ્યો હતો છતાં પણ એકબીજાના મંદિરની કારીગરી જોયા વગર બંને ભાઈઓના એક જ સરખા અને એક જ સરખી કોતરણીના મંદિર બન્યા હોવાની પણ લોકવાયકા અહીં સાંભળવા મળે છે.