વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપમાં મોટો ધડાકો- વધુ એક દિગ્ગજ નેતાએ પાર્ટીને કહ્યું અલવિદા

ઉત્તર પ્રદેશ(Uttar Pradesh) વિધાનસભા ચૂંટણી(Assembly elections) પહેલા ભારતીય જનતા પાર્ટી(BJP)માં નાસભાગ મચી ગઈ છે. સ્વામી પ્રસાદ મૌર્ય(Swami Prasad Maurya)ના રાજીનામા બાદ ભાજપને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. ભાજપના અન્ય એક વરિષ્ઠ નેતા અને વર્તમાન ધારાસભ્યએ પાર્ટી છોડી દીધી છે. પૂર્વ સાંસદ અને વરિષ્ઠ નેતા અવતાર સિંહ ભડાના(avtar singh bhadana) જયંત ચૌધરીની પાર્ટી રાષ્ટ્રીય લોકદળ એટલે કે આરએલડી(RLD)માં જોડાયા છે.

આરએલડી ચીફ જયંત ચૌધરીએ ખુદ ટ્વીટ કરીને આની જાણકારી આપી છે. બુધવારે સવારે RLD ચીફ જયંત ચૌધરીએ અવતાર સિંહ ભડાનાનું પાર્ટીમાં સ્વાગત કર્યું. અવતાર સિંહ ભડાના મુઝફ્ફરનગરના મીરપુરના ધારાસભ્ય છે. 2017માં તેઓ ભાજપની ટિકિટ પર ચૂંટણી લડ્યા અને ધારાસભ્ય બન્યા. પરંતુ 2019ની લોકસભા ચૂંટણીમાં તેમણે કોંગ્રેસની ટિકિટ પર લોકસભાની ચૂંટણી લડી હતી, જેમાં તેમનો પરાજય થયો હતો. જો કે, તેમણે વિધાનસભામાંથી રાજીનામું આપ્યું ન હતું કે તેમનું સભ્યપદ રદ કરવામાં આવ્યું ન હતું.

જેના કારણે અવતારસિંહ ભડાણાની ગણતરી ભાજપના ધારાસભ્ય તરીકે કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે 2019ની લોકસભા ચૂંટણી બાદ તેઓ પાર્ટી છોડવાની તૈયારી કરી રહ્યા હતા. સૂત્રો એ પણ જણાવી રહ્યા છે કે આ વખતે તેઓ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડવાના હતા, પરંતુ હવે નક્કી થઈ ગયું છે કે તેઓ આરએલડીમાંથી જ નસીબ અજમાવશે.

અમિત સિંહ ભડાના ફરીદાબાદથી લોકસભા સાંસદ પણ રહી ચૂક્યા છે. તેઓ આરએલડી પહેલા ભાજપ અને કોંગ્રેસમાં પણ હતા. તેઓ ચાર વખત સાંસદ રહી ચૂક્યા છે અને મેરઠથી ચૂંટણી પણ જીત્યા છે. જણાવી દઈએ કે બીજેપીમાં સ્વામી પ્રસાદના રાજીનામા બાદ ગઈ કાલે અન્ય ત્રણ ધારાસભ્યોએ પાર્ટી છોડી દીધી હતી. ત્યારથી ભાજપ ડેમેજ કંટ્રોલમાં લાગેલું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *