જાણો શા માટે કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીને જવું પડ્યું જેલ… -જુઓ વિડીયો

કોંગ્રેસ(Congress)ના નેતા રાહુલ ગાંધી(Rahul Gandhi) આજે તેમના તેલંગાણા(Telangana) પ્રવાસ દરમિયાન હૈદરાબાદ(Hyderabad)ની ચંચલગુડા જેલ(Chanchalguda Jail)માં NSUIના પ્રદેશ પ્રમુખ વેંકટ બાલામૂર(Venkat Balmoor) અને અન્ય 18 નેતાઓને મળ્યા…

કોંગ્રેસ(Congress)ના નેતા રાહુલ ગાંધી(Rahul Gandhi) આજે તેમના તેલંગાણા(Telangana) પ્રવાસ દરમિયાન હૈદરાબાદ(Hyderabad)ની ચંચલગુડા જેલ(Chanchalguda Jail)માં NSUIના પ્રદેશ પ્રમુખ વેંકટ બાલામૂર(Venkat Balmoor) અને અન્ય 18 નેતાઓને મળ્યા હતા. ઓસ્માનિયા યુનિવર્સિટી(Osmania University)ની બહાર વિરોધ પ્રદર્શન કરવા બદલ આ નેતાઓની ધરપકડ કરવામાં આવી છે. બીજી તરફ બીજેપી નેતા અમિત માલવિયએ વધુ એક વીડિયો જાહેર કરીને રાહુલ ગાંધીની મજાક ઉડાવી છે.

તેલંગાણા પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધી ઓસ્માનિયા યુનિવર્સિટીમાં જઈને ત્યાંના વિદ્યાર્થીઓ સાથે પણ વાત કરવા માંગતા હતા, પરંતુ તેમને મંજૂરી આપવામાં આવી ન હતી. જેના વિરોધમાં NSUIના આગેવાનો અને કાર્યકરોએ વિશ્વ વિદ્યાલયની બહાર દેખાવો કર્યા હતા. જેના આધારે પોલીસે તેની ધરપકડ કરી જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. જ્યારે રાહુલને આ માહિતી મળી ત્યારે તે હૈદરાબાદની ચંચલગુડા જેલમાં ગયા હતા અને ત્યાં પાર્ટીના વિદ્યાર્થી નેતાઓને મળ્યા હતા.

બીજી તરફ બીજેપી નેતા અમિત માલવિયાએ રાહુલ ગાંધીનો વધુ એક વીડિયો જાહેર કર્યો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વીડિયો તે સમયનો છે જ્યારે રાહુલ ગાંધી તેલંગાણાના કોંગ્રેસના નેતાઓ સાથે મુલાકાત કરી રહ્યા છે. આમાં રાહુલ પાર્ટીના નેતાઓને પૂછી રહ્યા છે કે આજે કયા વિષય પર વાત કરવી છે?

17 સેકન્ડના આ વીડિયોમાં જોઈ શકાય છે કે રાહુલ ગાંધી કોંગ્રેસના નેતાઓ સાથે બેઠા છે. સાથે જ તેઓ પૂછી રહ્યા છે કે આજની બેઠકનો મુદ્દો શું છે, શું કહેવાનું છે. બીજેપી નેતા માલવિયએ કહ્યું કે, આવું ત્યારે થાય છે જ્યારે તમે ખાનગી વિદેશ યાત્રાઓ અને નાઈટ ક્લબ વચ્ચે રાજનીતિ કરો છો.

આ પહેલા ભાજપે નેપાળનો વાયરલ વીડિયો શેર કરીને રાહુલ પર નિશાન સાધ્યું હતું. કોંગ્રેસ નેતા તેમના મિત્રના લગ્નમાં નેપાળ ગયા હતા. ત્યાં તે એક પબમાં જોવા મળ્યા હતા. આમ કોંગ્રેસે ભાજપ પર વળતો પ્રહાર કર્યો હતો અને પૂછ્યું હતું કે શું લગ્નમાં જવું ગેરકાયદેસર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *