મારો બોયફ્રેન્ડ દિલ્હી પોલીસમાં છે…બે છોકરીઓ એવી ઝગડી કે લોકોને મજા પડી ગઈ, જુઓ વિડીયો

Delhi Metro Viral Video: દિલ્હી મેટ્રો દેશની સૌથી મોટી મેટ્રો રેલ સેવા છે. દિલ્હી મેટ્રોમાં રોજના લગભગ 10 લાખ લોકો મુસાફરી કરે છે. પરંતુ છેલ્લા થોડા સમયથી જોવામાં આવે તો દિલ્હી મેટ્રોમાં અલગ અલગ કારણોને લીધે ત્યાંની ઘટનાઓ વાયરલ થતી રહે છે. દિલ્હી મેટ્રો (Delhi Metro Viral Video) છેલ્લા કેટલાક સમયથી મનોરંજનનો અડ્ડો બની ચુકી છે. ક્યાંક લોકો ડાન્સ કરતા દેખાય છે તો કેટલાક લોકો ગીત ગાતા જોવા મળે છે.

એવામાં ઘણી વખત સીટને લઈને પણ મોટો ઝઘડો થઈ જાય છે. દિલ્હી મેટ્રોમાં આજકાલ સીટને લઈને લડાઈનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં બે મહિલાઓ એકબીજા સાથે ઝઘડતી જોઈ શકાય છે. આ ઝઘડામાં એક મહિલા બીજી મહિલા ને દિલ્હી પોલીસમાં પોતાના બોયફ્રેન્ડ હોવાનો રોફ જાડે છે. વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

દિલ્હી મેટ્રોમાં બે મહિલાઓનો ઝગડો
દિલ્હી મેટ્રો થી રોજને રોજ જાત-ભાતના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જોઈ શકાય છે. આ મેટ્રોમાં લડાઈનો એક વિડીયો હાલમાં ખૂબ વાયરલ થયો છે. આ વીડિયોમાં મહિલા કોચમાં ઉભેલી એક મહિલા યાત્રી બીજી યાત્રીને કહે છે કે મેડમ દિલ્હી પોલીસમાં મારો બંદો સબ ઇન્સ્પેક્ટર છે. બોલાવું એને? જેના જવાબમાં સીટ પર બેસેલી મહિલા પેસેન્જર કહે છે કે બોલાવ ધમકી કોને આપે છે?

તેના જવાબમાં મહિલા કહે છે કે ધમકી નથી આપતી સાચે જ દિલ્હી પોલીસમાં મારો બંદો છે. તેના જવાબમાં સીટ પર બેસેલી મહિલા યાત્રી કહે છે કે હા તો બુલાના, બંદા બંદા બોલ રહી હૈ કબ સે. સોશિયલ મીડિયા પરનો આ વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

લોકો કરી રહ્યા છે કમેન્ટ
વાયરલ થઈ રહેલા આ વિડીયો ને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શેર કરવામાં આવ્યો છે. જેને જોઈ લોકો પોતાના રિએક્શન આપી રહ્યા છે. એક વ્યક્તિ લખે છે કે વાહ શું ધમકી છે. તો અન્ય એક વ્યક્તિ લખે છે કે અરે સાચું આનો બંદો પોલીસમાં છે તમે માની લો. અને એક યુઝર તો કંઈક અલગ જ લખે છે મારપીટ તો થઈ નહીં, મજા ન આવી.