બુધવારે સાંજે, દિલ્હી (Delhi)ના પૂર્વ કૈલાશમાં રહેતી આયુષી બહલે (23) નોઈડાના સેક્ટર-93A, સિટી પાર્કમાં ડીઝલ(Diesel) રેડીને પોતાની જાતને સળગાવી દીધી હતી. પોલીસ ખરાબ રીતે દાઝી ગયેલી યુવતીને રિયાલિટી હોસ્પિટલમાં લઈ ગઈ જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી. યુવતીએ સુસાઈડ નોટમાં મોત માટે કોઈને જવાબદાર ઠેરવ્યા નથી.
પોલીસ સ્ટેશનના પ્રભારી સુજીત ઉપાધ્યાયે જણાવ્યું કે, બુધવારે સાંજે લગભગ 4:30 કલાકે યુવતીએ સુપરટેકના ટ્વિન ટાવર પાસેના સિટી પાર્કમાં ડીઝલ છાંટીને પોતાની જાતને આગ ચાંપી દીધી. પોલીસે ઘટનાસ્થળેથી બે લિટર ડીઝલ ભરેલી બોટલ અને અડધો લિટરની બોટલ ઉપરાંત પર્સ, મોબાઈલ અને સુસાઈડ નોટ મળી આવી છે.
આયુષીના પરિવારજનોનો નંબર મેળવ્યા બાદ પોલીસે સંપર્ક કરીને ઘટનાની જાણકારી આપી હતી. પ્રાથમિક દ્રષ્ટિએ તપાસમાં જાણવા મળ્યું છે કે યુવતી કોઈ વાતને લઈને ખૂબ જ પરેશાન હતી. પોલીસ અને ફોરેન્સિક વિભાગની ટીમ તમામ પાસાઓથી તપાસમાં લાગેલી છે. આત્મવિલોપનની તમામ વ્યવસ્થા કર્યા બાદ યુવતી આવી પહોંચી હતી.
તેણે તેના માતા-પિતાને સંબોધીને સુસાઇડ નોટમાં લખ્યું છે કે, તેનું જીવન બરબાદ થઈ ગયું છે. ભાઈ માટે લખવામાં આવ્યું છે કે તે તેની પરીક્ષા સમયે આ પગલું ભરી રહી છે, તેને માફ કરવામાં આવે. છોકરીએ તેના દાદા દાદી અને પરિવારના અન્ય સભ્યો માટે પણ વસ્તુઓ લખી છે. પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે યુવતી સાથે શું થયું, જેના કારણે તેણે દિલ્હીથી અહીં આવીને આપઘાત કર્યો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.