અજમેર દરગાહનું ખુલ્યું રહસ્ય; ભોંયરામાંથી નીકળી મહાદેવની મૂર્તિ, જાણો સમગ્ર મામલો

Ajmer Dargah Temple Controversy: રાજસ્થાનની અજમેર દરગાહમાં શિવ મંદિર હોવાનો દાવો કરવામાં આવ્યો છે. નીચલી કોર્ટે હિન્દુ પક્ષની આ અરજીનો સ્વીકાર કરી લીધો છે અને તમામ પક્ષધરોને નોટીસ પાઠવી છે. આ મામલે આગામી સુનાવણી 20 ડિસેમ્બરે થવાની છે. હવે જાણકારી માટે જણાવી દઈએ કે આ વિવાદ કંઈ અત્યારનો નથી પરંતુ ઘણા વર્ષોથી (Ajmer Dargah Temple Controversy) હિન્દુ સંગઠનોનું માનવું છે કે શિવ મંદિરને અજમેર દરગાહમાં તબદીલ કરવામાં આવી હતી.

હવે આ કડીમાં વકીલ વિષ્ણુ જૈન એ અજમેર પશ્ચિમ સિવિલ જજ સીનિયર ડિવિજન મનમોગન ચંદેલની કોર્ટમાં અરજી દાખલ કરી છે. તે અરજીને લઈ નીચલી કોર્ટે પાંચ ડિસેમ્બર સુધીમાં તમામ પક્ષોને પોતાના જવાબ દાખલ કરવા માટે કહ્યું છે. આમ તો જે મહારાણા પ્રતાપ સેના છે, તેણે વર્ષ 2022માં પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો ત્યારે રાજ્યના મુખ્યમંત્રી અશોક ગેહલોત હતા.

હવે આગામી સુનાવણી 20મી ડિસેમ્બરે થશે
હવે આ કેસની આગામી સુનાવણી 20 ડિસેમ્બરે થશે, જ્યાં પક્ષકારોની દલીલો અને દસ્તાવેજો રજૂ કરવામાં આવશે. આ વિવાદે સામાજિક અને ધાર્મિક સ્તરે વ્યાપક ચર્ચાને જન્મ આપ્યો છે. હિન્દુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષનું કહેવું છે કે આ મામલો હિન્દુ સમાજની ધાર્મિક માન્યતાઓ સાથે જોડાયેલો છે.દરગાહના પ્રતિનિધિઓ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી. કોર્ટના નિર્ણય બાદ તમામની નજર આગળની કાર્યવાહી પર છે.

એક પુસ્તકમાંથી દાવો કરવામાં આવ્યો છે
આ પહેલા હિન્દુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાની અરજી પર ગત મંગળવારે સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જ્યારે કોર્ટે 27મી નવેમ્બર એટલે કે આજે તારીખ આપી હતી. વિષ્ણુ ગુપ્તા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે દરગાહ શરીફમાં શિવ મંદિર છે. કોર્ટમાં છેલ્લી સુનાવણી દરમિયાન પુરાવા તરીકે એક વિશેષ પુસ્તક રજૂ કરવામાં આવ્યું હતું. આ પુસ્તકને ટાંકીને દાવો કરવામાં આવ્યો હતો કે દરગાહમાં હિન્દુ મંદિર હતું.

દરગાહમાં હિન્દુ મંદિરના અસ્તિત્વનો ઉલ્લેખ
આ પુસ્તક વર્ષ 1911માં અજમેરના રહેવાસી હર વિલાસ શારદા દ્વારા લખવામાં આવ્યું હતું. આ પુસ્તકને ટાંકીને હિંદુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાએ પોતાની અરજીમાં કહ્યું કે પહેલા દરગાહની જમીન પર ભગવાન ભોલેનાથનું મંદિર હતું. આ શિવ મંદિરમાં પૂજા અને જલાભિષેક થતો હતો. દરગાહ સંકુલમાં હાજર 75 ફૂટ ઊંચા બુલંદ દરવાજાના નિર્માણમાં મંદિરના કાટમાળના નિશાન છે. એટલું જ નહીં દરગાહના ભોંયરામાં ગર્ભગૃહ છે.

તમને જણાવી દઈએ કે, આમ વિવાદ તો ગત ઘણા વર્ષોથી જ્ઞાનવાપી મસ્જિદને લઈને પણ થઈ રહ્યો છે. તે મામલે પણ ઘણી વખત સુનાવણી થઈ ચુકી છે. સર્વે પણ થયો છે પરંતપુ કોઈ ફેંસલો હજુ સુધી આવ્યો નથી.