હિન્દૂ ધર્મના 12 જ્યોતિર્લિંગનું એક જ્યોતિર્લિંગ ગુજરાતના સોમનાથમાં આવેલું છે જ્યાં લાખો ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે જાય છે. આ તીર્થધામમાં ભક્તોને અતૂટ શ્રદ્ધા રહેલી છે અને તેથી જ આ સ્થાનકનું મહત્વ પણ એટલું જ વિશાળ છે, સાથે આ મંદિરોનો ઇતિહાસ પણ ઘણો જ મહત્વપૂર્ણ છે, ઘણીવાર આ મંદિરનો જીર્ણોદ્ધાર થયો છે, ઘણા મુસ્લિમ શાસકો દ્વારા આ મંદિરને તોડવામાં આવ્યું છતાં પણ આ મંદિરને ફરી પાછું ઉભું કરવામાં આવ્યું અને આજે વિશ્વભરમાં આ મંદિર પ્રસિદ્ધ છે, દૂર દૂરથી દર્શનાર્થીઓ દર્શન કરવા માટે આવે છે.
તો આજે એક એવા જ પ્રસંગ વિશે આપણે જાણીશું, એક સમયે સોમનાથ મંદિરમાં ભગવાન શિવજીની મૂર્તિ હવામાં લહેરાતી હતી, અને આ હવામાં તરતી મૂર્તિ જોવા માટે દૂર દૂરથી શ્રદ્ધાળુઓ આવતા પરંતુ મંદિર ઉપર થયેલા આક્રમણ અને મુસ્લિમ શાસકોના મંદિર તોડવાના કારણે આ મૂર્તિનું રહસ્ય પણ ઉજાગર થઇ ગયું હતું.
જયારે મહંમદ ગજનવીએ સોમનાથ મંદિર ઉપર આક્રમણ કર્યું ત્યારે તે પણ હવામાં તરતી આ મૂર્તિને જોઈને આશ્ચર્યમાં પડી ગયો હતો. તેને આ મૂર્તની ફરતે ભાલા મારી અને સત્ય તપાસવાની કોશિશ પણ કરી હતી છતાં પણ તેને કંઈ હાથ લાગ્યું નહિ અને છેવટે તેને જે કર્યું તેના કારણે લાખો શ્રદ્ધાળુઓની આસ્થાને ઠેસ પણ પહોંચી હતી.
મહંમદ ગજનવીએ પોતાના સેવકોને આ હવામાં લટતકતી મૂર્તિનું રહસ્ય શોધવા માટેના આદેશ પણ આપ્યા છતાં પણ તેના સેવકોને પણ નિરાશ થવું પડ્યું હતું, તેને ભાલા મારી પોતે પણ તપાસ કરી તે છતાં પણ તેના હાથમાં કઈ ના લાગ્યું તેને એવી કોઈ વસ્તુ ના મળી જેના આધાર ઉપર એ મૂર્તિ હવામાં હતી.
ગજનવીના એક ચાલાક સેવકે જણાવ્યું કે આ મૂર્તિને ખુબ જ ચાલાકીથી મુકવામાં આવી છે, આ મૂર્તિ લોખંડની છે અને મંદિરના ગુંબજમાં ચુંબક લગાવવામાં આવ્યા છે જેના કારણે તે હવામાં લહેરાઈ રહી છે. ગજનવીએ આ વાતનું પુષ્ટિ કરવા માટે મંદિરના ગુંબજ તોડવાનું શરૂ કર્યું ત્યારે એક તરફનો ગુંબજમાંથી પથ્થર કાઢવાનું શરૂ કરાવ્યું ત્યારે મૂર્તિ એક તરફ નમી અને પછી તો તેને મંદિરનો ગુંબજમાંથી બધા પથ્થર કાઢી નાખ્યા જેના કારણે મૂર્તિ જમીન ઉપર પડી હતી.
મહંમદ ગજનવીએ આ રીતે સોમનાથ મંદિરને ધ્વંશ કરીને હવામાં લટકતી મૂર્તિનું રહસ્ય ખોલ્યું હતું. એ સમયે કુશળ કારીગર દ્વારા આધુનિક જમાનાને પણ માત આપે એ રીતની કારીગરી એ મૂર્તિમાં કરવામાં આવી હતી અને મંદિરના ગુંબજમાં ચુંબક લગાવી મૂર્તિને હવામાં લહેરાવવામાં આવી હતી, જે કારીગરી ખરેખર ચોંકાવનારી હતી.
સોમનાથનું આ મંદિર એટલું ભવ્ય અને વૈભવશાળી હતું કે એસમયે વિદેશી હુમલાખોરોએ મંદિરને અનેકવાર તોડ્યું પણ હતું, છતાં પણ આજે આ મંદિર એક નવી જ શોભા અને નવા જ વૈભવ સાથે આજે પણ અડીખમ ઉભું છે, લાખો શ્રદ્ધાળુઓ આજે પણ દર્શન કરવા માટે જાય છે, ખુદ સમુદ્ર દેવ પણ શિવજીની આરાધના કરવા માટે મંદિરની અંદર સુધી પ્રવેશે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.