હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. ત્યારે રાજ્યમાંથી ઘણાં લોકો પોતાનાં પ્લાઝમા ડોનેટ કરી રહ્યાં છે. સુરતનાં એક વ્યક્તિએ તો કુલ 75 વખત પ્લાઝમા ડોનેટ કર્યું હતું. પ્લાઝમા ડોનેટ માત્ર કોઈપણ રોગથી પીડાયેલ વ્યક્તિ જ કરી શકે છે. પરંતુ હાલમાં આ શક્ય કરી બતાવ્યું છે, રાજકોટનાં એક વ્યક્તિએ.
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં પણ કોરોનાનો કહેર યથાવત રહેલો છે. ત્યારે હવે તંત્ર કોરોનાથી સાજા થયેલ દર્દીઓનાં પ્લાઝમાથી પણ સારવાર કરવાની શરૂઆત કરી છે. જિલ્લા કલેકટરે પણ કોરોના દર્દીઓ સ્વાસ્થ થઈ ચૂક્યા છે, એમને પણ પ્લાઝમા ડોનેટ કરવાની અપીલ કરવામાં આવી છે. જેમાં રાજ્યનાં પહેલાં પોઝિટિવ દર્દી નદીમે પણ પ્લાઝમા ડોનેટ કર્યું હતું.
રાજ્યમાં આવેલ રાજકોટ શહેરમાં પણ કોરોના વાયરસનાં માત્ર 1 જ દિવસમાં કુલ 68 જેટલાં પોઝિટિવ કેસ નોંધાયા હતા. આની સાથે જ શહેરમાં પોઝિટિવ કેસનો કુલ આંકડો 1,696 ને પાર પહોંચ્યો છે. જેનાં પૈકી કુલ 751 દર્દીઓ સારવાર હેઠળ રહેલાં છે.
તો, બીજી બાજુ દિવસે ને દિવસે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ તથા અન્ય ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ દર્દીઓનો મૃત્યુઆંક પણ ખુબ જ વધી રહ્યો છે. ગઈકાલે જ રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં કુલ 8 જેટલાં દર્દીઓનાં સારવાર દરમિયાન મોત થયાં હતાં તો કુલ 3 જેટલાં દર્દીઓનાં ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન જ મોત થયાં હતાં.
જે કોઈપણ વ્યક્તિ કોરોના વાયરસથી સંક્રમિત થાય છે, એ વ્યક્તિમાં તેની ઇમ્યુનિટી સિસ્ટમમાં કોરોના વાયરસથી લડી રહેલાં એક એન્ટીબોડી પણ એનાં શરીરમાં તૈયાર થઈ જાય છે. આ જ એન્ટીબોડી મારફત વ્યક્તિ જ્યારે સંપૂર્ણપણે સ્વસ્થ થઈ જાય છે, એનાં કુલ 28 દિવસ પછી એનાં શરીરમાંથી પ્લાઝમા લઇને બીજાં કોરોનાથી પોઝિટિવ દર્દીને એ પ્લાઝમાની થેરાપી પણ આપી શકાય છે.
જેનાંથી એની રોગપ્રતિકારક શક્તિમાં ઘણો વધારો થાય છે. તો, કોઈ પણ કોરોના વાયરસથી સંક્રમિત થયેલ દર્દી સ્વસ્થ થઈને પ્લાઝમા ડોનેટ કરવાં માંગે છે, ત્યારે તો પહેલાં એનાં કુલ 4 પ્રકારનાં ટેસ્ટ પણ કરવામાં આવે છે, જેમાં બ્લડ કાઉન્ટ, ઇન્ફેક્શિયસ ડીસિઝ કાઉન્ટ કરવામાં આવે છે, તો સૌથી મહત્વનું તો એન્ટી બોડી ટેસ્ટ પણ કરવામાં આવે છે.
રાજકોટમાં આવેલ જંગલેશ્વરમાં નોંધાયેલ રાજ્યનાં કોરોના વાયરસનો પહેલો કેસ જે નદીમ નામનાં વ્યક્તિનો નોંધાયેલો હતો. તેને પણ પ્લાઝમા ડોનેટ કર્યું છે. તેની સાથે બીજાં પણ કોરોના વાઇરસનાં જે પણ દર્દીઓ સ્વસ્થ પણ થઇ ચૂક્યા છે, એમને પણ પ્લાઝમા ડોનેટ કરવાની અપીલ કરી છે.
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં દિવસેને દિવસે જે રીતે કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓનો રિકવરી રેટ પણ ઊંચો જોવાં મળી રહ્યો છે. ત્યારે આ બધાં જ સ્વસ્થ થયેલ દર્દીઓ પ્લાઝમા ડોનેટ કરે એવી માંગણી જિલ્લા કલેકટર તથા પ્લાઝમા ડોનરો પણ કરી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP