Naga Chaitanya Engaged: નાગા ચૈતન્યએ શોભિતા ધુલીપાલા સાથે સગાઈ કરી લીધી હોવાનું જાણવા મળી રહ્યું છ. સામંથાથી છૂટાછેડા પછી નાગા ચૈતન્ય લાંબા(Naga Chaitanya Engaged) સમયથી શોભિતા ધૂલીપાલાને ડેટ કરી રહ્યો છે. હવે બંને સગાઈના બંધનમાં બંધાઈ ગયા છે. બંનેની સગાઈ તાજેતરમાં નજીકના મિત્રો અને પરિવારની હાજરીમાં એક ઘનિષ્ઠ કાર્યક્રમમાં થઈ હતી, જેની તસવીરો ચૈતન્યના પિતા અને સુપરસ્ટાર નાગાર્જુને સોશિયલ મીડિયા પર શેર કરી હતી.
નાગાર્જુને સગાઈની તસવીરો શેર કરી
નાગાર્જુને તેના પુત્ર અને ભાવિ પુત્રવધૂની બે તસવીરો શેર કરી છે. પ્રથમ ચિત્રમાં, અભિનેતા તેના પુત્ર અને ભાવિ પુત્રવધૂને ગળે લગાડતી વખતે પોઝ આપતા જોવા મળે છે. આ દરમિયાન ત્રણેયના ચહેરા પર ખુશી જોવા મળે છે. બીજી તસવીરમાં શોભિતા નાગા ચૈતન્યના ખભા પર માથું રાખીને પોઝ આપતા જોવા મળે છે. ફોટામાં બંનેની જોડી અદ્ભુત લાગી રહી છે. આ દરમિયાન બંને ટ્રેડિશનલ આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગી રહ્યાં છે. ફોટોમાં શોભિતા પીચ અને પિંક કલરની સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. તો ચૈતન્ય સફેદ કુર્તા પાયજામામાં એકદમ હેન્ડસમ લાગી રહ્યો છે.
દંપતીની સગાઈની સુંદર તસવીરો શેર કરતી વખતે, નાગાર્જુને લખ્યું, ‘અમે અમારા પુત્ર નાગા ચૈતન્યની સગાઈ શોભિતા ધૂલીપાલા સાથે જાહેર કરતાં ખુશ છીએ, જે આજે સવારે 9:42 વાગ્યે થઈ હતી!! અમે તેને અમારા પરિવારમાં આવકારતા ખૂબ જ ખુશ છીએ. સુખી યુગલને અભિનંદન. તેને જીવનભર પ્રેમ અને ખુશીની શુભેચ્છા. આશિર્વાદ.’
“We are delighted to announce the engagement of our son, Naga Chaitanya, to Sobhita Dhulipala, which took place this morning at 9:42 a.m.!!
We are overjoyed to welcome her into our family.
Congratulations to the happy couple!
Wishing them a lifetime of love and happiness. 💐… pic.twitter.com/buiBGa52lD— Nagarjuna Akkineni (@iamnagarjuna) August 8, 2024
ટોલીવુડ સ્ટાર નાગા ચૈતન્ય
તમને જણાવી દઈએ કે શોભિતા સાથે નાગા ચૈતન્યના આ બીજા લગ્ન હશે. અગાઉ, અભિનેતા સામંથાએ વર્ષ 2017 માં રૂથ પ્રભુ સાથે લગ્ન કર્યા હતા. જોકે, બંનેએ લગ્નના ચાર વર્ષ બાદ એટલે કે ઓક્ટોબર 2021માં અલગ થવાની જાહેરાત કરી હતી.
બંનેએ 2 ઓક્ટોબર 2021ના રોજ છૂટાછેડા લીધા હતા. નાગા અને શોભિતાની લવસ્ટોરીની વાત કરીએ તો તેમની ડેટિંગની અફવાઓ ત્યારે શરૂ થઈ જ્યારે બંને હૈદરાબાદમાં પહેલીવાર સાથે જોવા મળ્યા હતા. આ દરમિયાન શોભિતા તેની ફિલ્મ ‘મેજર’નું પ્રમોશન કરી રહી હતી. આ સમય દરમિયાન, તેણે નાગા સાથે સારી મિત્રતા કેળવી અને બંને એકબીજાના પ્રેમમાં પડ્યા.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App