સ્વાસ્થ્યલક્ષી ગુણોનો ખજાનો છે નાગરવેલનું પાન, આ બીમારી માટે રામબાણ ઇલાજ

Nagarvell na Pan: નાગરવેલના પાનના ફાયદા: નાગરવેલનું પાન એન્ટીબેક્ટેરિયલ અને સોજા વિરોધી ગુણોથી ભરપૂર છે. પરંતુ, તેની ખાસ વાત એ છે કે તે પેટને ઠંડક પણ આપ છે. નાગરવેલના પાનને માઉથ ફ્રેશનર તરીકે ખાવામાં આવે છે. પરંતુ, શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ પાંદડામાં એવું શું છે જે મોં, પેટ અને પાચન માટે સારું માનવામાં આવે છે.નાગરવેલના પાન (Nagarvell na Pan) એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીઇમ્ફ્લામેન્ટરી ગુણોથી ભરપૂર છે. બીજું, તે એક હીલર છે જે પેટને ઠંડુ કરે છે એટલે પેટમાં બળતરાની સમસ્યામાં તેનું સેવન કારગર છે. આ પાન ઇમ્યુનિટિ બૂસ્ટ પણ છે. આ કારણોસર, તમે સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓમાં આ પાનનો ઉપયોગ કરી શકો છો. ખાસ કરીને આ પાનનું પાણી પીવાના અનેક ફાયદા છે.

પેટનું ફૂલવાની સમસ્યામાં કારગર
નાગરવેલના પાનનું પાણી પેટ ફૂલવાની સમસ્યાને દૂર કરવામાં મદદરૂપ છે. આ પાણી પીવાથી પેટના સ્તરને ઠંડી મળે છે અને શરીરમાં પાચન ઉત્સેચકો વધે છે. તેના પેટમાં સોજો નથી આવતો અને પછી પેટ ફૂલવાની સમસ્યા ઓછી થાય છે. તેથી, જો ખોરાક ખાધા પછી પેટ ફૂલવાની સમસ્યા તમને પરેશાન કરે છે, તો જમ્યા બાદ આ પાનું પાણી પીવું કે પાન ચાવવું ઉત્તમ રહે છે.

એસિડિટીથી મળશે રાહત
એસિડિટીમાં આ પાનનું પાણી પીવું સ્વાસ્થ્ય માટે ઘણી રીતે મદદરૂપ છે. વાસ્તવમાં, તે શરીરમાં એસિડ ઉત્પાદન અને એસિડ રિફ્લક્સની સમસ્યાને ઘટાડે છે. આના કારણે તમને પેટમાં બળતરા થતી નથી અને અપચો જેવી સમસ્યાઓથી છુટકારો મળે છે. આ ઉપરાંત, તે ચરબી અને કાર્બોહાઇડ્રેટ્સને પચાવતા ઉત્સેચકોને પ્રોત્સાહન આપે છે, જેથી તમે લાંબા સમય સુધી એસિડિટીથી બચી શકો.

પેટની બળતરા ઓછી કરે છે
આ પાનાના પાણી પેટની બળતરાને અસરકારક રીતે ઘટાડવામાં મદદરૂપ છે. આ પાણી પીવાથી એસિડ પિત્ત રસનું ઉત્પાદન નિયંત્રણમાં રહે છે અને તે શરીરની ગરમી ઘટાડવામાં મદદરૂપ થાય છે. આ પાણીને સવારે ખાલી પેટ પીવાથી પેટની બળતરા અને ગરમી દૂર કરવા સાથે પાચન તંત્રની સમસ્યામાં પણ ઘટાડો થાય છે. આ રીતે આ પાનનું પાણી પીવું તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

આ રોગોમાં મળે છે રાહત
હૃદય રોગ માં
શરીરમાં બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરે છે
પેશાબની સમસ્યામાં
શ્વાસની દુર્ગંધ, પ્લેક, પોલાણ અને મોઢામાં સડો જેવી સમસ્યાઓમાં
ખીલ અને ત્વચા સંબંધિત કેટલીક અન્ય સમસ્યાઓ

હેડેક અને ઘા પર
માથા પર આ પાનના પત્તાનો લેપ લગાવાથી માથાનો દુખાવો દૂર થઈ જાય છે. પાનમાં રહેલા એનાલજેસિક (દર્દ દૂર કરનારો) ગુણ માથાના દુખાવામાં આરામ આપે છે. વાગવા પર પાનનું સેવન કરવાથી ઘાને ભરવામાં મદદરૂપ બને છે.

કફજન્ય રોગ: પાનનો ઉપયોગ કફજન્ય રોગોમાં મોટાભાગે કરવામાં આવે છે. તે શ્વાસ, ફૂસ્ફૂસ શીરાનો સોજો અને કફની સમસ્યામાં નાગરવેલના પાંદડાનો રસ કાઢીને પીવડાવવામાં આવે છે, સાથોસાથ નાગરવેલના પાનને ચાટી પર બાંધવાથી પણ લાભ મળે છે. બાળકોમાં શરદી લાગવા પર એરંડીનું તેલને પાનના પાંદડા પર લગાવીને તેને થોડા ગરમ કરીને છાતી પર બાંધવાથી આ રોગમા રાહત મળે છે. નાગરવેલના પાંદડા અને પાણીમાં ખાંડ નાખીને ઉકાળીને તેનું સેવન કરવાથી કફ મટે છે.

કફ: નાગરવેલના પાંદડામાં એરંડાનું તેલ લગાવીને ગરમ છાતી પર બાંધવાથી છાતીમાં રહેલો કફ મટે છે. 2 થી 3 નાગરવેલના પાનનો રસ કાઢીને નાકમાં નાખવાથી કફ ઠીક થાય છે. નાગરવેલના મૂળ અને જેઠીમધએ વાટીને મધ સાથે રોગીને ચાટવા માટે આપવાથી કફ દુર થઈ જાય છે.

ગળાનો સોજો: જયારે શ્વાસ લેવામાં પરેશાની થઈને દર્દીને ખુબ જ દર્દ થાય ત્યારે નાગરવેલના પાનના રસનું સેવન કરવાથી ગળાનો સોજો ઓછો થઇ જાય કે અને કફ તુટવા લાગે છે. આ રોગમાં 2 થી 5 પાંદડાનો રસ મધ સાથે ચાટવાથી સુકી ખાંસી ઠીક થાય છે. નાગરવેલના પાનની ઉપરની દાંડી મધમાં ભેળવીને ચાટવાથી શરદી અને કફ ઠીક થાય છે.

પાચન ક્રિયા: પાન સુચવાથી લાળ વધારે માત્રામાં નીકળે છે, જેનાથી પાચન ક્રિયામાં મદદ મળે છે. તે પેટની બાદી મટાડવા માટે ઉપયોગી છે. તેમાં બાદી મટાડનાર ઉતેજક અને ગ્રાહી પાચન શક્તિવર્ધક તત્વો હોય છે. તેનાતી શ્વાદમાં મીઠાસ આવે છે અને અવાજ ચોખ્ખો થાય અને મોઢાની દુર્ગંધ પણ દુર થઈ જાય છે.

ગાંઠનો સોજો: ગાંઠનો સોજો આવવા પર પાનને ગરમ કરીને બાંધવાથી સોજો અને પીડાની ઉણપ થઈને ગાંઠ બેસી જાય છે. ઘાવ પર બાંધવાથી ઘાવ ઠીક થાય છે. તેનો રસ પ્રભાવશાળી પીબનાશક દ્રવ્ય છે. તે વધારે પરૂનો નાશ કરે છે. જેથી ગાંઠ અને ઘાવમાં ઉપયોગી થાય છે.