રાજસ્થાન(Rajasthan)ના નાગૌર(Nagaur)માં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જિલ્લાના બડાયલી(Badayali) ગામમાં આકાશમાંથી આગનો ગોળો જમીન પર પડતો જોવા મળ્યો છે. આ ઘટના સીસીટીવી ફૂટેજ(CCTV footage)માં કેદ થઈ ગઈ હતી. જો આ ઘટના સીસીટીવીમાં કેદ ન થઈ હોત તો કોઈએ વિશ્વાસ ન કર્યો હોત. અચાનક એક અગનગોળો(Fireball) આકાશમાંથી પડતો જોવા મળ્યો, તેની સાથે તેજ પ્રકાશ અને વિસ્ફોટ પણ થયો. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ કોઈ ખગોળીય ઘટના હોઈ શકે છે. આ ઘટનામાં અગ્નિનો ગોળો જમીન પર પડતો જોવા મળે છે, તેને ઉલ્કા પીંડ(Meteorite) અથવા ખરતો તારો કહેવામાં આવે છે.
એવું માનવામાં આવે છે કે, મોટાભાગની ઉલ્કાઓ અથવા ખરતા તારાઓ જમીન પર પહોંચતા પહેલા હવામાં બળીને નાશ પામે છે. પહેલીવાર લોકોએ તેમને જમીન સાથે અથડાતા જોયા. નિષ્ણાતો આને એક મોટી ખગોળીય ઘટના માની રહ્યા છે.
સમગ્ર ઘટના CCTVમાં કેદ:
નાગૌર જિલ્લામાં પહેલીવાર આવી ઘટના જોવા મળી છે જે સીસીટીવીમાં કેદ થઈ છે. આ ચોંકાવનારી ઘટના નાગૌર જિલ્લાના બદયાલી ગામમાં બની હતી. ગામના હોટલ સંચાલક ઉમેદ સિંહે આ વાતની પુષ્ટિ કરી છે. તેણે કહ્યું કે તે દરરોજ સવારે હોટેલમાં આવે છે અને સીસીટીવી ચેક કરે છે, જ્યારે તેણે ગઈકાલે પણ આ કર્યું ત્યારે તેણે જોયું કે બપોરે 1:37 વાગ્યે હોટલની સામેના એક મેદાનમાં અગનગોળો પડે છે, જેનો પ્રકાશ ખુબ જ તેજ હતો.
બે દિવસ પહેલા મોડી રાત્રે બનેલી આ સમગ્ર ખગોળીય ઘટના ખેતરની સામે બનેલી હોટલના સીસીટીવીમાં કેદ થઈ હતી. વીડિયોમાં દેખાય છે કે પહેલા આકાશમાં તેજ પ્રકાશ જોવા મળી રહ્યો છે. આ પછી, સળગતો ગોળો જોરથી ધડાકા સાથે જમીન પર પડે છે. તે એક ઉલ્કા હોઈ શકે છે, જે સળગતા ખેતરમાં પડી હતી. જો કે, અહીંના લોકોએ જણાવ્યું કે તેને કોઈ નુકસાન થયું નથી અને ન તો સ્થળ પર તેના નિશાન જોવા મળ્યા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.