કામરેજ કેનાલ રોડ પરથી આધેડનો નગ્ન હાલતમાં મૃતદેહ મળી આવતા મચ્યો ખળભળાટ- કારણ જાણીને…

સુરત(Surat): કામરેજ કેનાલ રોડ(Kamarej Canal Road) ઉપરથી ડીંડોલી(Dindoli)ના એક આધેડનો નગ્ન હાલતમાં હત્યા કરાયેલો મૃતદેહ મળી આવતા પોલીસ દોડતી થઈ છે. વાપીથી બલેરો જીપ લઈ સુરત આવી રહેલા પરેશભાઇ ડોડીયાએ 13મીની રાત્રે 8:30 વાગે પરીવાર સાથે છેલ્લી વાત કરી હતી. બલેરો જીપના ટાયર, એન્જીન, અને રોકડ રકમ ગાયબ થઈ જતા લૂંટના ઇરાદે હત્યા કરાઈ હોય એવી આશકા ઉભી થઇ રહી છે. જોકે પરેશ ભાઈની હત્યા પાછળ અનેક પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે.

અક્ષય (મૃતક ના દીકરા)એ જણાવ્યું હતું ,કે પપ્પા પરેશભાઇ હરિભાઈ ડોડીયા ઉ.વ. 46 (રહે, ડીંડોલી માઁ કૃપા રેસિડેન્સી) 13 મી ની સવારે ઘરેથી વાપી બલેરો જીપ લેવા નીકળ્યા હતા. ત્યારબાદ રાત્રે 8:30 વાગે કામરેજ આવ્યા બાદ માતા ને ફોન કરી ને કહ્યું હતું કે, રસોઈ બનાઈ રાખજે હું આવી રહ્યો છું. ત્યારબાદ એમની કોઈ સંપર્ક થયો ન હતો. રાત્રે 9 વાગ્યાથી  3 વાગ્યા સુધી 5-7 ફોન કર્યા હતા પણ પપ્પાનો ફોન સ્વીચ ઓફ આવતો હતો. જેને લઈ પરિવાર ચિંતિત થયું હતું.

વધુમાં જણાવ્યું હતું કે, 14 મીની સવારે પપ્પાના મિત્ર અજયભાઇ ઘરે આવ્યા હતા. ઓફીસ નથી આવ્યા, ફોન નથી ઉપાડતા પરેશ ભાઈ તો ક્યાં છે એમ કહેતા અમારા હોશ ઉડી ગયા હતા. ઓફીસ પર બલેરો પણ નથી. જેથી આખું પરિવાર શોધખોળ કરવા કામરેજ ગયું હતું. પપ્પા એ જે જગ્યા પર બલેરો રીપેર કરાવી હતી એ ગેરેજવાળા ભાઈ એ કહ્યું હા આ ભાઈ મારા ગેરેજ પર આવ્યા હતા અને કામ કરાવી કામરેજ તરફ ગયા હતા. એટલે અમે તાત્કાલિક કામરેજ પોલીસનો સંપર્ક કરી પપ્પા ગુમ હોવાની હકીકત જણાવી હતી.

વધુમાં જણાવ્યું હતું કે જીપ અને પપ્પાનો મૃતદેહ જોઈ પપ્પાના શરીર ઉપર અનેક ઘા ના નિશાન હતા. પથ્થરથી છુંદી નાખી પપ્પાની હત્યા કરાઈ હતી. પોલીસને જાણ કરાતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. જોકે હત્યા પાછળ કોઈ કારણ જાણી શકાયું ન હતું. સાહેબ પપ્પા નો કોઈ સાથે ઝગડો ન હતો. જીપના ટાયર, એન્જીન અને લગભગ 5-7 હજાર ગાયબ હતા. પ્રાથમિક ધોરણે લૂંટ ના ઇરાદે હત્યા કરાઈ હોય એમ લાગે છે. એટલું જ નહી પણ હત્યા માં એક નહિ આખી ગેગ હોય એ વાતને પણ નકારી શકાય નહીં.

વધુમાં જણાવ્યું હતું કે, પોલીસે પપ્પાની ફોટો અને ઓળખ પુરાવા લઈ ને આવવા કહેતા અમે ઘરે જઈ રહ્યા હતા ત્યારે જ પપ્પાના મિત્ર અજયભાઈ અને રવિભાઈ નો ફોન આવ્યો હતો એમણે કહ્યું કે, કામરેજ કેનાલ ટોડ પરથી બલેરો મળી આવી છે પણ પરેશભાઇ ગાયબ છે. અમે તાત્કાલિક ઘટના સ્થળે દોડ્યા તો બલેરો ની આજુબાજુ લોહીવાળા પથ્થર અને લોખડ ની પાઇપ મળી આવતા અમારા હોશ ઉડી ગયા હતા કઈ અનહોની થઈ હોવાની આશકા મન માં ઉભી થઇ રહી હતી. આખું પરિવાર અને બન્ને મિત્રો ની શોધખોળ બાદ બલેરો જીપ ના 50 મીટરના અંતરે એક ખેતર માંથી નગ્ન હાલતમાં પપ્પાનો મૃતદેહ મળી આવતા આખું પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *